બોટાદ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ દ્વારા બોટાદ નગરના સ્વચ્છતા સૈનિકોનું કરાયું સન્માન - At This Time

બોટાદ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ દ્વારા બોટાદ નગરના સ્વચ્છતા સૈનિકોનું કરાયું સન્માન


બોટાદ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ દ્વારા બોટાદ નગરના સ્વચ્છતા સૈનિકોનું કરાયું સન્માન

આપણાં બોટાદને સ્વચ્છ રાખવા દિવસ-રાત મહેનત કરતા સફાઈ કર્મીઓ એ સાચા અર્થમાં સ્વચ્છતાના સૈનિકો છે.આપણે સૌએ તેમની કામગીરીને પ્રોત્સાહિત કરી તેમનો જુસ્સો વધારવો જોઈએ.આજે દાતાઓના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.બોટાદની નદીઓની સફાઈ કરતા કર્મીઓનું સન્માન કરી તેમને કપ સેટ અને વેક્યુમ ફલાસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ અવસરે મયૂરભાઈ પટેલે જણાવ્યું હતું કે,તમામ સ્વચ્છતા સૈનિકોને હું વંદન કરું છું અને તેમની કામગીરીને બિરદાવું છુંઆ અવસરે પ્રાંત અધિકારીએ તમામ સફાઈ કર્મીઓ સાથે સંવાદ સાધ્યો હતો અને તેમને મૂંઝવતા પ્રશ્નો મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું.પ્રાંત અધિકારીએ ખાસ તમામ સફાઈ કર્મીઓને તેમની કામગીરી બદલ વંદન કર્યા હતા અને તમામને અનોખો જુસ્સો પ્રદાન કર્યો હતો મધુમતી નદી વિસ્તારમાં યોજાયેલા સન્માન વિતરણ અવસરે દાતાઓ સુનિલભાઈ ઢાંકણીયા,રસિકભાઈ મોરડીયા,હરિભાઈ કાકડીયા,પ્રવીણભાઈ ઢોલા,શંકરભાઈ ધોળું સહિત ભાજપ અગ્રણીઓ તથા જિલ્લા માહિતી અધિકારી રાધિકાબેન વ્યાસ અને નાયબ મામલતદાર અનિરુદ્ધસિંહ ડોડીયા,બટુકસિંહ ડાયમા અને નગરપાલિકાની સેનિટેશન શાખાનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહીને સ્વચ્છતા સૈનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.