જસદણમાં શ્રી નારી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા અંગે લોકોને સંદેશો
જસદણમાં જુદા જુદા સામાજિક કાર્યો કરનાર શ્રી નારી સેવા ચે. ટ્રસ્ટ-દ્વારા શનિવાર તારીખ 14/09/2024ના રોજ પ્લાષ્ટિકના વપરાશ ના કરવા તેમજ વૃક્ષો ઉગાડવા બાબતે લોકોને જાગૃત કરવા માટે આ ગ્રૂપ દ્વારા ‘ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું’ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જાગૃત વાલીએ પોતાના બાળકોને ભાગ લેવડાવેલ. આ સ્પર્ધામાં જુદી જુદી અનેક સ્કૂલના બાળકોએ ભાગ લીધેલો. જેમાં ધોરણ 1 થી 5 માં રામોલીયા સૃષ્ટિ મિતેશભાઈ, રામોલીયા ધાર્મી ખોડીદાસભાઈ, રૂપારેલીયા હેત ભાવેશભાઈ, બરોલિયા રુદ્ર લાલદાસભાઈ, રાઠોડ હિયાંશ જયભાઈ, ધડુક શ્લોક નિલેષભાઈ તેમજ ધોરણ 6 થી 8 માં ચાવડા શુભમ ગુણવંતભાઈ, ધાનાણી તમજીદ તેજલભાઈ એ નંબર મેળવેલા. ત્યારબાદ શ્રી નારી સેવા ચે.ટ્રસ્ટ દ્વારા આ બાળકોને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત બાળકોને અને લોકોને આ કાર્યક્રમ થકી પર્યાવરણના બચાવ અને સ્વચ્છતા અંગે સંદેશો આપ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.