બોટાદ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મ જયંતિ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ તમામ માનવીઓ સુધી સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓ પહોંચાડવા બદલ વિવિધ વિભાગના અધિકારીઓની કામગીરીની સરાહના કરી હતી.વધુમાં વિકસિત રાષ્ટ્રના નિર્માણ ગુજરાતની સાથે બોટાદ જિલ્લાનું બહુમૂલ્ય યોગદાન મારફત સુચારુ આયોજન સાથે આગળ વધવા પણ રચનાત્મક સુચનો કર્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી સુશાસન દિવસ નિમિત્તે રાજ્યના વહીવટી પારદર્શિતા, વહીવટી કાર્યક્ષમતા અને અસરકારતામાં વધારો, જવાબદારીઓ અને લોકભાગીદારી અંગેના માર્ગદર્શનને વર્ચ્યુઅલ માધ્યમથી વિવિધ જિલ્લાઓની સાથે બોટાદ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ પણ નિહાળ્યું હતું.
સુશાસન દિવસની ઉજવણી પ્રસંગે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બલોળીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાર્ગવભાઈ પટેલ, પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.