સુરેન્દ્રનગર જિલ્લાની ચૂંટણીમાં 35 મતદાન મથકોનું સંચાલન મહિલાઓ સંભાળશે. - At This Time

સુરેન્દ્રનગર જિલ્લાની ચૂંટણીમાં 35 મતદાન મથકોનું સંચાલન મહિલાઓ સંભાળશે.


તા.07/11/2022/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડ્યા બાદ તંત્ર કામે લાગ્યું છે. ત્યારે આ વર્ષ મહિલાઓ વધુમાં વધુ મતદાન કરે માટે 5 વિધાન સભા વિસ્તારોમાં 35 મતદાન મથક બનાવાશે જેનું સંચાલન પણ મહિલાઓ કરશે.જ્યારે દિવ્યાંગ લોકો માટે 5 મતદાન મથકો તૈયાર કરાશે જ્યાં દિવ્યાંગો સંચાલન સંભાળશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા.1 ડિસેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાવાની છે. ત્યારે જિલ્લામાં પુરૂષો કરતા મહિલાઓનું મતદાન ઓછુ થતું હોય છે.જિલ્લામાં આ વખતની વિધાનસભા ચૂંટણીમાં 680670 મહિલા જિલ્લાની નોંધણી થયેલી છે. તેમના મતો પણ ચૂંટણીનું પરિણામ બદલી શકે છે. આથી આ વર્ષ મહિલાઓનું પણ મતદાન વધુમાં વધુ થાય માટે પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે.જેમાં જિલ્લામાં 35 મતદાન મથકો તૈયાર કરવામાં આવશે જેમાં મહિલાઓ દ્વારા તમામ કામગીરી તથા સંચાલન કરવામાં આવશે જ્યારે દિવ્યાંગ મતદારોને મતદાન વખતે તકલીફ ન થાય અને તેમને સરળતાથી મતદાન કરી શકે
તે માટે દરેક વિધાનસભા મથકોએ એક દિવ્યાંગ મતદાન કેન્દ્ર બનાવાશે. જ્યાં આવવા-જવા રેલિંગ ચેર મતદાન મથકે સરળતાથી આવવા જવા માટે દાદરા પાસે ઢાળની વ્યવસ્થા કરાશે જેનું તમામ સંચાલ દિવ્યાંગો દ્વારા કરવામાં આવશે જ્યારે મોડેલ મતદાન મથકો, ઇકોફફ્રેન્ડલી મતદાન સહિત બનાવવી વધુમાં વધુ લોકોને મતદાન કરવા પ્રેરિત કરાશે. પ્રથમ વખત યુથ મતદાન મથક બનાવાશે સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાન સભા બેઠકો પર 25007 નવા ઉમેરાયેલા યુવા મતદારો મતદાન કરવા જઇ રહ્યા છે.ત્યારે વિધાનસભા ચૂંટણીમાં પ્રથમવાર જિલ્લામાં યુવાનોને મતદાન કરવા પ્રેરણા મળે માટે એક યુથ મતદાન મથક તૈયાર કરાશે.જેનું સંચાલન પણ યુવા કર્મચારીઓ દ્વારા કરાશે સખી, દિવ્યાંગ મતદાન મથક બેઠક સખી દિવ્યાંગ દસાડા 71, લીંબડી 71, વઢવાણ 71, ચોટીલા 71, ધ્રાંગધ્રા 71, કુલ 355 દસાડા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા આગામી વિધાનસભાની ચૂંટણીમાં દસાડા વિધાનસભામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે ખરાખરીનો ત્રિપાંખિયો ચૂંટણી જંગ ખેલાશે. જેમાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે અમદાવાદના અરવિંદભાઇ સોલંકીને જાહેર કરી દીધા છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસે હજી ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. દસાડા બેઠકમાં સમસ્ત દસાડા, લખતર અને લીંબડી તાલુકાના ઉત્તર વિભાગના 20 ગામોનો સમાવેશ થાય છે. દસાડા બેઠકમાં કુલ 2,59,604 મતદારો નોંધાયેલા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image