બોટાદની શિવધારા વિદ્યાલય પ્રેરિત 2 દિવસની પ્રકૃત્તિ શિક્ષણ શિબિર યોજાઈ - At This Time

બોટાદની શિવધારા વિદ્યાલય પ્રેરિત 2 દિવસની પ્રકૃત્તિ શિક્ષણ શિબિર યોજાઈ


બોટાદની શિવધારા વિદ્યાલય પ્રેરિત 2 દિવસની પ્રકૃત્તિ શિક્ષણ શિબિર યોજાઈ

બોટાદની શિવધારા વિદ્યાલય પ્રેરિત ફ્લેમિંગો ઈકો ક્લબ દ્વારા ગિરનાર અભયારણ્ય ખાતે બે દિવસની પ્રકૃત્તિ શિક્ષણ શિબિર યોજાઈ હતી જેમાં શાળાના 34 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકોએ ભાગ લઈને ગિરનારના ગાઢ જંગલમાં રહેલી પ્રાકૃત્તિક સુંદરતાનો ભરપૂર લાભ લીધો હતો.જંગલમાં રહેલી પક્ષીઓ, જંગલી પ્રાણીઓ અને વનસ્પતિની અનેકવિધ પ્રાકૃત્તિક સંપદાની ઉપયોગિતા અને તેની ખાસિયતો ની પુષ્કળ માહિતી ત્યાંના વન અધિકારી કુલદીપસિંહ ચાવડા,મુનીરભાઈ,પ્રવીણભાઈ અને પ્રભુભાઈએ રસપ્રદ રીતે આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.