આપ સર્વે વડિલ બંધુઓ માતા ઓ બહેનોનો હ્રદય થી આભાર
. આપ સર્વે વડિલ બંધુઓ માતા ઓ બહેનોનો હ્રદય થી આભાર
આરેણા ખાતે રક્ત દાન શિબિરમાં આપ સર્વે રત્ન તુલ્ય રક્ત દાતાશ્રીઓએ આપનો કિમતી અને અમુલ્ય સમય આપી ને દર વખતે ની જેમ આ વખતે પણ રક્ત દાન કર્યું છે.આપનું ઋણ મારા ઉપર કાયમ રહેશે, આપ રક્તદાતાઓ વિશે બોલવા કે લખવા મારી પાસે શબ્દો જ નથી,બસ આટલું જ નહીં આપને હું નત મસ્તક વંદન કરું છું ને આપનો હ્રદય પુર્વક આભાર માનું છું. શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર આપને બિરદાવે છે.
આજે રક્ત દાન શિબિર માં ઉપસ્થિત સિવિલ હોસ્પિટલ જુનાગઢ ની રક્તદાન માટેની ટીમ, ગિરનારી ગૃપ જુનાગઢ, આરેણા ગ્રામ પંચાયત ના સદસ્યશ્રીઓ અને સરપંચ બચુભાઈ મકવાણા કે જેમણે રક્ત દાન શિબિર ની શરુઆત થી અંત સુધી પુર્ણ સમય આપ્યો અને માર્ગદર્શન પણ કર્યું છે. સાથે કેમ્પ ને સફળ બનાવવા સોશ્યલ મીડિયા અને અન્ય ઉપકરણો થી પ્રચાર કર્યો એવા સર્વે ભાઈ બહેનો.
અમારું સત્તત માર્ગદર્શન કર્યું એવી ગૌ શાળાઓમા , માં ગૌ સેવા હોસ્પિટલ કુકસવાડા , ભોલેનાથ ગૌ મંદિર, નંદલાલ ગૌ શાળા, બાપા સીતારામ ગૌ શાળા ઝુઝારપુર,બાપા સીતારામ ગૌ શાળા ચોરવાડ,બાપા સીતારામ ગૌ શાળા શેરિયાજ, વંદેમાતરમ્ ગૃપ માંગરોળ, સંજીવની નેચર ગૃપ માંગરોળ, જાયન્ટસ ગૃપ માંગરોળ, પત્રકાર ભાઈઓ, ડોક્ટર એસોસિયેશન, આરોગ્ય કેન્દ્ર-આરેણા, ગૌ રક્ષા સેના, આપણા વિસ્તારના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા, ગામ મા થી કેમ્પ ને સફળ બનાવવા સ્વયં સેવક મારા ભાઈઓ,,,
આપ ને આજ તા.૭/૩/૨૫ ના દિવસે યોજાયેલ રક્ત દાન શિબિર મા કોઈ તકલીફ પડી હોય અથવા અન્ય અગવડતા કે અમારી કોઈ ક્ષતિ થી આપને મુશ્કેલી પડી હોય કે આવી કોઈ પણ બાબત જાણતા અજાણતા થઈ હોય તો હું વ્યક્તિગત નાથાભાઈ નંદાણીયા દિલથી માફી માગું છું. એ ગૃપ થી કોઈ ભુલ નહીં હોય એ થઈ હશે તો મારી વ્યક્તિગત ભુલ હશે, કારણ કે ઈમરજન્સી મા આયોજન થયું હતું અને ફક્ત ત્રણ કલાક નું આયોજન એટલે શક્ય છે કોઈ રક્તદાતા અથવા મહેમાન કે ગામના વડિલોને ન મળી શક્યો હોત અથવા આવકારવા નું રહી ગયું હોય તો માફ કરજો.
પ્રકૃતિ નો પણ નતમસ્તક વંદન કરી આભાર માનું છું. બે દિવસ પહેલા જ હું અને મારા મિત્રો વાત કરતા હતા કે સખત ગરમી પડે છે તડકો ખુબ છે એટલે રક્ત દાન શિબિર ઉપર અસર થશે. પણ શુદ્ધ હ્રદય થી સેવા કાર્ય થતું હોય ત્યાં પ્રકૃતિ પણ સાથ આપે છે વાતાવરણ ઠંડું રહ્યું. એટલે માં પ્રકૃતિ દેવી ને વંદન છે.
આજ ની રક્ત દાન શિબિર માં પધારનાર આપ સર્વે વડિલ બંધુઓ માતાઓ, બહેનોનો હું શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર વતિ આભાર માનું છું. રક્ત દાન મહાદાન
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે
