રાજકોટ-સુરેન્દ્રનગરના કરદાતાએ આ વર્ષે 102 કરોડ વધુ GST ભરવો પડશે
ચાલુ વર્ષે જીએસટીને રૂ. 1924 કરોડનો ટાર્ગેટ અપાયો એની સામે 3 મહિનામાં રૂપિયા 431 કરોડની વસૂલાત
ચાલુ વર્ષે એસજીએસટી વિભાગ 10ને રૂ. 1924 કરોડનો ટાર્ગેટ અપાયો છે. ગત નાણાકીય વર્ષમાં રૂ.1822 વસૂલાત થઈ છે. 3 મહિનામાં રૂ.431 કરોડનું કલેક્શન થયું છે. 9 મહિનામાં રૂપિયા 1582 કરોડનો ટેક્સ કલેક્ટ કરવાનો રહેશે. એસજીએસટી 10 માં ચાલુ નાણાકીય વર્ષમાં 3 મહિનામાં 1302 નવા કરદાતા આવ્યા છે અને 684 વેપારીએ નંબર રદ કર્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.