ધોળીયા માં તંત્ર દ્વારા ગેરકાયદેસર કોલસાની ખાણો બુરાયેલી ફરી ધમધમી ઉઠી
*ધોળીયા ગામે તંત્ર દ્વારા બુરાયેલી કોલસાની ગેરકાયદેસર ખાણો ફરી ધમધમી ઉઠી*
*ગેસ ગળતર ની મોટી દુર્ઘટના સર્જાઈ શકવાની દહેશત*
મુળી ના ધોળીયા ગામે કાર્બોસેલ કોલસો ખનીજ મોટા પ્રમાણમા મળી આવે છે ત્યારે આ ગામમાં ગેરકાયદેસર કોલસાની ખાણો અંદાજે ૧૫૦ આસપાસ સરકારી જમીન અને ખેડૂતો માલિકી જમીનમાં જે તે સમયમાં ધમધમતી હતી ત્યારે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા આ ખાણો ને બુરવામા આવેલ હતી તે ખાણો ભુમાફિયાઓ દ્વારા ફરી ચાલુ કરવા માટે ચરખી મશીન લગાવી દેવામાં આવેલ છે અને ધોળીયા થી રામપરડા રોડ ઉપર સબ ડીવીઝન પાછળ અને સામે ની સાઈડ માં ફરી બુરાયેલી કોલસાની ગેરકાયદેસર ખાણો ફરી ધમધમતી થઈ છે આ ખાણો માં ગેસ ગળતર ની મોટી ઘટનાઓ બને છે અને તેમા અનેક શ્રમિકો મોત ને ભેટયા છે આવી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર સજાગ બની વહેલાસર આ ખાણો બંધ કરાવે તે લોક માંગણી ઉઠી છે અત્રે ઉલ્લેખનીય છે કે ધોળીયા ના જ બે પિત્રાઈ ભાઈ ઓ ના ચાર માસ પહેલા જ ગેસ ગળતર ની ઘટના મા કરુણ મોત થયા હતા તો પણ એ જ ગામમાં ગેરકાયદેસર કોલસાની ખાણો ધમધમી ઉઠે એ કેટલું શરમજનક ઘટના છે આ બાબતે ધોળીયા તલાટી અને સુરેન્દ્રનગર ખાણ ખનીજ ભુસ્તર શાસ્ત્રી નિરવ બારોટ ને પણ વાકેફ કરવામાં આવેલ છે હવે જોઈએ કે તંત્ર ખનિજ માફીયાઓ ને છાવરે છે કે કાયદાકીય દાયરામાં પાઠ ભણાવશે?? આ ખોદકામ રસ્તાની બંને સાઈડમાં નજીક માં જ ચાલે છે તો પોલીસ તંત્ર મામલતદાર મુળી ખાણ ખનીજ વિભાગ ને નજરે ચડતુ નથી કલેક્ટર સુરેન્દ્રનગર દ્વારા જયા પણ ખનીજ ચોરી થતી હોય તેની જવાબદારી સરપંચ અને તલાટી મંત્રી ની રહેશે સાથે નોટીસો પણ પાઠવવામાં આવી હતી અને ખુલાશો કરવા જણાવ્યું હતું પરંતુ એ બાદ અનેક ઘટનાઓ ઘટી અનેક મજુરો ના મોત ને ભેટયા પરંતુ કોઈ સરપંચ કે તલાટી સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે સરપંચ તલાટી કલેકટર ની નોટીસ ને પણ ઘોળી ને પી ગયા જેવો ઘાટ સર્જાયો છે ત્યારે તાત્કાલિક આ ધમધમતી કોલસાની ગેરકાયદેસર ખાણો બંધ કરવામાં આવે તો જ વધુ મજુરો મોત ના મુખે ધકેલાતા બચી શકે તેમ છે નહીતર મોટી દુર્ઘટના ને કોઈ પણ રોકી શકશે નહીં
*રામકુભાઇ કરપડા મુળી*
9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.