બોટાદ જીલ્લાના ઢસા વિશી ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓ પોતાના હક
બોટાદ જીલ્લાના ઢસા વિશી ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓ પોતાના હક - હિસ્સા માટે ૩૮ દિવસ થી હડતાળ પર.સત્તાધીશો મૌન - ધારાસભ્યનાં આંખ આડા કાન...અધિકારીઓ મુક... વિકાસ વિકાસની વાતો કરતી ભાજપ સરકારના શાસનમાં સફાઈ કર્મચારીઓની હાલત કફોડી બની છે.તેમજ ભયંકર શોષણ થઈ રહ્યું છે તેવું કહીયે તો જરાપણ અતિશયોક્તિ નથી..!! સ્વસ્છતાં માટે રાજ્ય સરકાર દરેક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે પરંતુ બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના ઢસા વીશી ગ્રામ પંચાયતમાં સફાઈ કર્મચારીઓને લઘુતમ વેતન મળતું ન હોય તેમજ છેલ્લા ૪ મહિનાથી ગ્રામ પંચાયત તરફ થી પૂરતો પગાર ચૂકવવામાં આવેલ ન હોય અને સફાઈ કર્મચારીઓને સલામતીના ( સેફ્ટી માટે ) સાધનો આપવામાં આવતા ન હોય અને યુનિફોર્મ પણ આપવામાં આવતું ન હોય તદ ઉપરાંત સરકારે જાહેર કરેલ દિવાળી ઉપરનું બોનસ પણ આપવામાં આવેલ ન હોય અધુરામાં પુરું છેલ્લા ઘણા વર્ષોથી સફાઈ કામદારોનું શોષણ કરવામાં આવી રહ્યું હોય આ બધા મુદ્દાઓને લઈને તા.૦૨-૧૧-'૨૩ થી ગ્રામ પંચાયત કચેરી ના કહેવાતા મેદાનમાં ૧૯ જેટલા સફાઈ કર્મચારી ભાઈઓ - બહેનો પ્રતીક ઉપવાસ બેઠા હોય આ બાબતની જાણ બોટાદ કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી,તાલુકા વિકાસ અધિકારી, ઢસા પોલીસ સ્ટેશનના પી.આઈ. , સરપંચ,પ્રાંત અધિકારી, મામલતદાર, ગઢડાના ધારાસભ્ય મહંત શંભુનાથ ટુંડિયા, અને મુખ્ય મંત્રીને પણ લેખિતમાં તા.૦૪-૧૧-'૨૩ ના રોજ જાણ કરી હોવા છતાં હડતાળ ને આજે ૩૮ દિવસ થયા છતાં વિકસિત ભારતના ઢસા વીશી ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓને યોગ્ય ન્યાય મળ્યો નથી. આશ્ચર્યની વાત તો એ છે કે આજ સુધી કોઈ અધિકારીઓએ છાવણી ની મુલાકાત લઈને સફાઈ કર્મચારીઓને સાંભળ્યા નથી...શું આ વિકસિત ભારત દેશમાં સફાઈ કર્મચારીઓને યોગ્ય ન્યાય મળતો નથી.. શાસન વ્યવસ્થા અને જવાબદાર પદાધિકારીઓ અને તગડો પગાર મેળવતા અધિકારીઓ કેમ સફાઈ કર્મચારીઓની ન્યાયિક માગણીઓને સરકારી નિયમોને આધિન કામ કરતા નથી..ક્યા છે સામાજીક સંગઠનો..ભાજપ ના આગેવાનો...શું ભા. જ. પ.વાળા માત્ર ચૂંટણી સમયે જ મોટી - મોટી વાતો કરીને આ અભણ અને અસંગઠિત કામદારોને ભોળવીને સત્તા હાંસલ કરવા માટે કામ કરે છે..જો બે દિવસમાં યોગ્ય ઉકેલ નહિ આવે તો હડતાળ ને તેજ બનાવવામાં આવશે એવું જાણવા મળે છે. ઢસા વીશી ગ્રામ પંચાયત આ હડતાળના સુખદ અંત માટે ત્વરિત નિર્ણય લે તે જરૂરી બન્યું છે.અને તા.૦૮-૧૨ ને શુક્રવારે ઢસા ગામમાં વિકસિત ભારત યાત્રામાં આવેલ ટી. ડી. ઓ., ધારાસભ્ય અને સરકારના પ્રતિનિધિ ઓ આવેલ છતાં કોઈના ઈશારે...હડતાળ પર બેઠેલા સફાઈ કર્મચારીઓની મુલાકાત માટે આવ્યા નહોતા..તે દુઃખની વાત કહેવાય...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.