*જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા વેરાવળ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં અનઅધિકૃત લાકડા સંગ્રહ બાબતે કડક કાર્યવાહીના આદેશો* - *વગર પરવાનગીએ વૃક્ષ કાપનાર, લાકડાનાં ગેરકાયદે પરિવહન કરનાર અને સ્ટોરેજ કરનારાઓને કાયદાનું ભાન કરાવવા સ્પષ્ટ સૂચના* - વેરાવળના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ઘણાં યુનિટો દ્વારા અનઅધિકૃત રીતે લાકડાનો જથ્થો વગર પરવાનગીએ સંગ્રહ કરતાં હોવાની બાતમીને આધારે - At This Time

*જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા વેરાવળ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં અનઅધિકૃત લાકડા સંગ્રહ બાબતે કડક કાર્યવાહીના આદેશો* ——– *વગર પરવાનગીએ વૃક્ષ કાપનાર, લાકડાનાં ગેરકાયદે પરિવહન કરનાર અને સ્ટોરેજ કરનારાઓને કાયદાનું ભાન કરાવવા સ્પષ્ટ સૂચના* ——————————- વેરાવળના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ઘણાં યુનિટો દ્વારા અનઅધિકૃત રીતે લાકડાનો જથ્થો વગર પરવાનગીએ સંગ્રહ કરતાં હોવાની બાતમીને આધારે


*જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા વેરાવળ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં અનઅધિકૃત લાકડા સંગ્રહ બાબતે કડક કાર્યવાહીના આદેશો*
--------
*વગર પરવાનગીએ વૃક્ષ કાપનાર, લાકડાનાં ગેરકાયદે પરિવહન કરનાર અને સ્ટોરેજ કરનારાઓને કાયદાનું ભાન કરાવવા સ્પષ્ટ સૂચના*
-------------------------------
વેરાવળના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ઘણાં યુનિટો દ્વારા અનઅધિકૃત રીતે લાકડાનો જથ્થો વગર પરવાનગીએ સંગ્રહ કરતાં હોવાની બાતમીને આધારે જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા મામલતદારશ્રી વેરાવળ (શહેર), મામલતદારશ્રી વેરાવળ (ગ્રામ્ય) અને રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી, વેરાવળની સંયુક્ત ટીમ દ્વારા તપાસ કરવા સૂચના આપતાં,અધિક કલેકટર શ્રી રાજેશ આલ ના માર્ગદર્શન હેઠળ સંયુક્ત ટીમે તપાસ હાથ ધરતાં જી.આઈ.ડી.સી. વિસ્તાર વેરાવળમાં કુલ ૧૧ યુનિટમાં વગર પરવાનગીએ સરપણ લાકડાનો આશરે ૯૫૮ ટન જેટલો જથ્થો જેની કિંમત આશરે રૂ.૪૭,૯૦,૦૦૦/- અનધિકૃત રીતે સંગ્રહિત કર્યા હોવાનું ધ્યાને આવેલ છે.

રાજ્ય સરકાર દ્વારા વૃક્ષ અને જંગલ બચાવવાનાં હેતુ માટે કોઈપણ ઝાડનું કટિંગ કરતા પહેલા મામલતદાશ્રીની પરવાનગી લેવાની અને લાકડાનાં પરિવહન તેમજ સ્ટોરેજ માટે ફોરેસ્ટ વિભાગની મંજૂરી લેવાની કાયદાકીય જોગવાઈ કરવામાં આવેલ છે. તેમ છતાં અમકક તત્વો આ બાબતે કાયદાથી સત્તા ન હોવાં છતાં લાકડા ગેરકાયદેસર કટિંગ,વહન અને સંગ્રહ બાબતે અમૂક ગ્રામપંચાયત અને સરપંચોનાં લેટરપેડનાં આધારે ઝાડ કટિંગ કરીને જી.આઈ.ડી.સી વિસ્તારમાં વેચાણ કરતા હોવાનું તપાસ દરમ્યાન ધ્યાને આવેલ છે. ઝાડ કટિંગ અને લાકડાનાં સ્ટોરેજ બાબતે તમામ સતાઓ મામલતદારશ્રી અને રેન્જ ફોરેસ્ટ ઓફિસરની હોવા સત્તા અમુક ગ્રામ પંચાયત અને સરપંચો દ્વારા ઝાડ કાપવાની પરવાનગી આપ્યાનું ધ્યાને આવતા આવી પંચાયતો અને સરપંચ વિરુદ્ધ પણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

જિલ્લા કલેકટરશ્રી દ્વારા પર્યાવરણ અને જંગલનાં રક્ષણ હેતુ માટે વહીવટીતંત્ર દ્વારા ઝુંબેશ ચલાવીને આ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ તાત્કાલિક અસરથી બંધ થાય તે માટે તમામને સૂચના આપવામાં આવેલ છે. હાલ, તુરંત આ તમામ જથ્થાને સીઝ કરવામાં આવેલ છે અને આગળની ધોરણસર કાર્યવાહી હાથ ધરવા ફોરેસ્ટ વિભાગને સૂચના આપવામાં આવેલ છે.
-------


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.