આર્થિક ભીંસથી કંટાળી મારવાડી યુવકે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું - At This Time

આર્થિક ભીંસથી કંટાળી મારવાડી યુવકે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું


નવા થોરાળામાં આર્થિક ભીંસથી કંટાળી મારવાડી યુવકે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.પ્રાપ્ત વિગત મુજબ નવા થોરાળામાં રહેતા પ્રવિણભાઈ શાંતિલાલ અદાસીયા (ઉં.29) ગત રોજ પોતાના ઘરે હતા ત્યારે રૂમમાં પંખાના હુકમાં ચુંદડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
બનાવ અંગે પરિવારને જાણ થતા તાત્કાલીક 108 મારફતે સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતા જયાં ફરજ પરના તબીબે તપાસી તેને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ માટે ખસેડી આપઘાતનુ કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. વધુમાં મૃતક જુના કપડાની ફેરી કરા હતા અને છેલ્લા ઘણા સમયથી આર્થિક ભીંસથી પીડીત હોવાનુ પરિવારે જણાવ્યુ હતુ. તેમને સંતાનમાં બે પુત્રી એક પુત્ર છે. બનાવથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.