છ કલાકમાં છ જિંદગી છિન્નભિન્ન - At This Time

છ કલાકમાં છ જિંદગી છિન્નભિન્ન


રાત્રે 12 વાગે એક્સપ્રેસ વે પર ટ્રકમાં કાર ભટકાતા 3 મોત, સવારે 6 વાગે તારાપુર પાસે ટ્રેકટર પલટી ખાઈ જતા 3 મોત.

આણંદ જિલ્લામાં સોમવારનો દિવસ ઘાતક સાબિત થયો હતો. 6 કલાકમાં સર્જાયેલા 2 અસ્કમાતમાં એક કિશોરી સહિત કુલ છ વ્યક્તિઓના મોત નીપજ્યાં હતા. જેમાં પ્રથમ બનાવમાં વ્હેરાખાડી સ્થિત એક્સપ્રેસ હાઈવે પર ટ્રક ચાલકની પાછળ ઈકો કાર અથડાતાં ત્રણ મિત્રોના મોત નીપજ્યાં હતા. જ્યારે તારાપુરના જીંચકામાં ડાંગર રોપણી કરવા જતાં શ્રમજીવી ભરેલું ટ્રેક્ટર કાંસમાં પલટી જતાં એક કિશોરી સહિત ત્રણ જણાંના મોત નીપજ્યાં હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.