27 ટકા ઓબીસી અનામત માટે કાયદો ઘડવા વિધાનસભામાં વિધેયક લવાશે
ગુજરાત સરકારે પાલિકા પંચાયતોમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ(ઓબીસી) માટે 27 ટકા બેઠકો અને મેયર, પ્રમુખ સહિતના હોદ્દાઓ પણ અનામત રાખવાની જાહેરાત કરી છે. હવે આ માટે વિધીસર કાયદો બનાવવા માટે સરકાર વિધેયક લાવવા જઇ રહી છે. આગામી વિધાનસભા સત્રમાં સરકાર આ માટેનું વિધેયક લાવીને ગૃહમાંથી પસાર કરાવશે. આ માટે ગુજરાત સરકારે સંબંધિત વિભાગોને પોતાના વિધેયકનું ડ્રાફ્ટ તૈયાર કરવા સૂચના આપી દીધી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.