રેસકોર્ષ મેદાનમા જન્માષ્ટમીના લોકમેળાના ઉદ્ઘાટન માટે CMને આમંત્રણ, મેળામાં 1266 પોલીસ જવાનો-125 પ્રાઇવેટ સિક્યુરિટી રહેશે તૈનાત - At This Time

રેસકોર્ષ મેદાનમા જન્માષ્ટમીના લોકમેળાના ઉદ્ઘાટન માટે CMને આમંત્રણ, મેળામાં 1266 પોલીસ જવાનો-125 પ્રાઇવેટ સિક્યુરિટી રહેશે તૈનાત


રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે રેસકોર્સ મેદાનનો પ્રખ્યાત લોકમેળો આ વર્ષે ધરોહર મેળાના નામે યોજાઈ રહ્યો છે. 24 થી 28 મી ઓગસ્ટ દરમિયાન યોજાનારા લોકમેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા ફુલપ્રુફ પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. જેના ઉદ્ઘાટન માટે રાજકોટ કલેકટર દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આમંત્રણ આપવામાં આવેલ છે. લોકમેળામાં 1,266 પોલીસ જવાનો અને 125 પ્રાઈવેટ સિક્યુરિટી તૈનાત રહેશે તો 5 ફાયર ફાઈટર અને 5 એમ્બ્યુલન્સ લોકોની સુરક્ષા માટે રાખવામાં આવશે. મેળામાં અર્વાચીન ગરબો, હુડો - ઢોલ તલવાર રાસ, આદિવાસી ધમાલ નૃત્યનું આકર્ષણ જોવા મળશે. જેમાં રમકડાના 140, નાની - મોટી રાઇડસના 45 સહિત 235 સ્ટોલ અને પ્લોટ છે. જેમાં લોકો માટે 17 જગ્યાએ ફ્રી પાર્કિંગ રાખવામાં આવશે તો દરરોજ રાત્રે 11.30 વાગ્યે એન્ટ્રી બંધ કરી દેવામાં આવશે. સૌરાષ્ટ્રભરમાંથી આ લોકમેળામાં અંદાજે 12 લાખથી વધુ લોકો ઉમટી પડશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.