મુળી ના આસુન્દ્રાળી ગામે કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી ઉઠી એક રાજકીય આગેવાન ની ભાગીદારી - At This Time

મુળી ના આસુન્દ્રાળી ગામે કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી ઉઠી એક રાજકીય આગેવાન ની ભાગીદારી


*આસુન્દ્રાળી ગામે ફરી કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી ઉઠી*

*સ્થાનિક રાજકીય આગેવાન ની તમામ ગામોમાં કોલસાની ગેરકાયદેસર ખાણો માં ભાગીદારી*

*અનેક ગામોની ગૌચર જમીન માં કોલસાની ગેરકાયદેસર ખાણો ખોદી નાખવામાં આવી*

મુળી તાલુકાનાં આસુન્દ્રાળી ગામે ગૌચર જમીન પર ગેરકાયદેસર કોલસાની ખાણો ધમધમી રહી છે ત્યારે ખાણ ખનીજ વિભાગ ની નજરે આ ખાણો કેમ પડતી નથી કે ડ્રોન થકી પણ આ નજરે પડતી નથી કારણકે કે મુળી ના એક સ્થાનિક ભાજપ ના આગેવાન ની તમામ જગ્યાએ ભાગીદારી ધરાવે છે માટે ખાણ ખનીજ ના ચાર બોલેરો ગાડી ફરે છે તે આ તરફ કેમ જતા ખચકાય છે એ મોટો સવાલ છે આજે સ્થળ તપાસ કરતાં અમોને કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમે છે તે નરીઆંખે જોવા મળેલ હતી હજારો ટન કોલસો બહાર પડેલ છે અનેક ડમ્પરો રાત્રે ભરાય છે અને તેમ છતાં તલાટી મામલતદાર પ્રાંતચોટીલા કલેક્ટર સુરેન્દ્રનગર કે ખાણ ખનીજ વિભાગ કે વનવિભાગ ને પણ ધ્યાનમાં કેમ આવતું નથી તે મોટો સવાલ છે અહીંયા અનેક કોલસાની ગેરકાયદેસર ખાણો બુરવાની કાર્યવાહી કરવામાં આવી હતી તે તમામ ખાણો ફરી ધમધમતી જોવા મળી હતી અને વનવિભાગ ની જમીન થી તદન નજીક પણ ખોદકામ ચાલુ છે સેટેલાઇટ તસ્વીર થી જોવામાં આવે તો ચારણી જેમ જોવા મળે છે અનેક હેકટર સરકાર ની જમીન ખોદાય ચુકી છે લાખો ટન ખનીજ ચોરી થઈ ચુકી છે હજું પણ ચાલુ જ છે તેમછતાં કોઈ કાયદેસર કાર્યવાહી કરવામાં અધિકારી ઓને શરમ કેમ આવે છે તે સવાલ નો પણ જવાબ છે કે આ તમામ ખોદકામ હપ્તા સિસ્ટમ થી ચાલુ છે જેમાં પોલીસ ની મોટી વરવી ભુમિકા છે ત્યારે ગેરકાયદેસર કોલસાની ખાણો આસુન્દ્રાળી ગામે ધમધમતી જોવા મળે છે જે તંત્ર એ બુરી દિધેલ તે તમામ ફરી ચાલુ થઈ ચુકી છે ત્યારે હવે આ ખનીજ ચોરી સામે વિજિલન્સ રેઈડ પાડે તો કરોડો રૂપિયાની મશિનરી ચરખી ટ્રેકટરો કંમ્પ્રેશર જિલેટીન વિસ્ફોટ સહિત અનેક મુદામાલ ઝડપાઈ જશે

*રામકુભાઇ કરપડા મુળી*


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.