સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ,દ્વારા રક્ષા બંધન ઉજવાય
અમદાવાદ મનોદિવ્યાંગ બાળકો માટે સતત કાર્યરત સંસ્થા સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ,અખબાર નગર સર્કલ નવા વાડજ,અમદાવાદ ખાતે આજદિન તા૧૭-૮-૨૦૨૪ શનિવાર સવારે ૧૧-૦૦ થી૧૨-૩૦ દરમ્યાન રક્ષાબંધન પર્વની ઉજવણી મનોદિવ્યાંગ બાળકોના હર્ષોલ્લાસ વચ્ચે ઉજવવામાં આવી જેેમાં મનોદિવ્યાંગ બાળકીઓ દ્વારા બાળકોને રાખડી બાંધી કુમકુમ તિલક કરી આશીર્વાદ આપવામાં આવ્યા અને ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ દ્વારા બધી જ મનોદિવયાંગ બાળકીઓને સરસ ગિફ્ટ આપવામા આવીહતી પ્રોગ્રામ ના અંતે સરસ મજાનું સમૂહ ભોજન કરાવવામા આવ્યું હતું પૂજન અર્ચન રક્ષાસૂત્ર બંધન વૈદિક મંત્રો સાથે ગાયત્રી પરિવાર નારણપુરાના પરિજનોએ કરાવ્યું હતું વિપુલભાઈ વસાવડા અને આમંત્રિતોએ હાજર રહી આશીર્વાદ પાઠવ્યા હતા સૌનો સંચાલક ચંદ્રસિંંહ ચૌહાણે આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.