રાજકોટ ખુનના ગુન્હામાં નામચીન ઈસમને આજીવન કેદની સજા ફટકારતી સેસન્સ કોર્ટ.
રાજકોટ શહેર તા.૧૭/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશન IPC કલમ-૩૦૨,૩૪૨ તથા GPA કલમ-૧૩૫(૧) મુજબનો તા.૫/૧૨/૨૦૨૧ ના કલાક ૨૦/૪૫ વાગ્યાના અરસામાં કોઠારીયા ચોકડી શ્રી માધવ પાર્કીંગના ગેઇટ પાસે બનવા પામેલ હતો. આ ગુન્હાના ફરીયાદી રંભાબેન કાળુભાઇ રામજીભાઇ ભાદરકા રહે.રાજકોટ વાળાએ પોતાની ફરીયાદ આપેલ હતી કે તેના પતિ મરણજનાર કોઠારીયા ચોકડીએ ઇંડા ખાવા ગયેલ ત્યારે આરોપી કાળુ ગઢવી એ તેનુ મોટરસાયકલ રોકી છરી બતાવી ઇંડા ખાવા રૂપીયાની માંગણી કરતા રૂપીયા આપવાની ના પાડતા કાળુ ગઢવીએ પેટમાં છરીના ઘા મારી ગંભીર ઇજાઓ કરી ફરીયાદીના પતિનુ મોત નીપજાવેલ હતુ. મરણજનાર, કાળુભાઇ રામજીભાઇ ભાદરકા ઉ.૪૧ રહે.કોઠારીયા મે.રોડ હુડકો કવાર્ટર સી/૨૬૨ હુડકો ફાયર સ્ટેશનની પાછળ રાજકોટ. આ કામે આરોપી કાળુ ગઢવી માથાભારે જનુની હોય ભુતકાળમાં અનેક ગુન્હાઓમાં સંડોવાયેલ હતો. આ ખુનનો ગુન્હો કરી આરોપી નાશી ગયેલ હતો આરોપી જુનાગઢના ભવનાથ તરફ હોવાની માહીતી મળતા ભક્તિનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ ભાવેશભાઇ મકવાણા તથા રણજીતસિંહ જાડેજા ને જુનાગઢ ભવનાથ તળેટીમાં ૧૦ કલાક સુધી અલગ-અલગ જગ્યાઓએ સર્ચ કરી આરોપી કાળુ ગઢવીને તળેટી માંથી પકડી પાડવામાં આવેલ હતો અને આરોપીને આ ગુન્હાના કામે અટક કરવામાં આવેલ, જે તે સમયે ACP પુર્વ વિભાગ એચ.એલ.રાઠોડ આ કર્મચારીઓનુ સન્માન કરેલ હતુ. આરોપી: હિંમત ઉર્ફે કાળુ અમુદાન લાગા ગઢવી ઉ.૩૮ રહે.કોઠારીયા ચોકડી સંત દેવીદાસ આશ્રમની બાજુમાં હુડકો ચોકડી પાસે રાજકોટ. આ આરોપીની ઉપરોકત ખુનના ગુન્હામાં ધરપકડ કરી મહત્વના સચોટ પુરાવા આરોપી વિરૂધ્ધના એકઠા કરી તપાસના અંતે ચાર્જશીટ કરવામાં આવેલ હતુ. જે કેસ સેસન્સ કોર્ટમાં કમીટ થતા સેસન્સ કેસ નં.૩૦/૨૦૨૨ પડેલ હતા. આ કામે ટ્રાયલ દરમયાન સહકારી વકીલ સમક્ષ મહત્વના સાહેદો, પંચોને બ્રીફ કરવા સહીતની કામગીરી ત્યારબાદ કરવામાં આવેલ હતી. ગુન્હાની તપાસ જે તે સમયના P.I જે.ડી.ઝાલા, રાઇટર નિલેષભાઇ મકવાણા તથા હીરેનભાઇ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા તથા હાર્દિકભાઇ પીપળીયા સહીત નાઓ દ્વારા કરવામાં આવેલ હતી. આ કેસ સેસન્સ કોર્ટમાં સરકારી વકીલ બીનલબેન રવેશીયા દ્વારા કેસ ચલાવી મરણજનાર કાળુભાઇ ભાદરકાના પત્ની અને ફરીયાદી ને તેના પુત્રની હાજરીમાં મરણજનારએ મરણોન્મુખ નિવેદન આપેલ તે નિવેદન તેમજ અન્ય સરકાર પક્ષે મહત્વના પુરાવાઓ તપાસી ધારદાર દલીલો કરતા આરોપીને ૧૪ માં અધિક જીલ્લા તથા સત્ર ન્યાયાધીશ સાહેબ સી.એસ.મકવાણા ની કોર્ટએ તા.૧૭/૩/૨૦૨૫ ના રોજ આરોપીને ખુનના ગુન્હા માટે આજીવન સખત કેદની સજા તથા રૂ.૨૫,૦૦૦ ના દંડની સજા નો હુકમ કરેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
