હેપ્પી ઝોન કલાસીસ – અમરેલીમાં પ્રા જે.એમ.તલાવીયાના અધ્યક્ષ સ્થાને ઉજવાયો ૭૬ મો સ્વાતંત્ર્ય દિન
અમરેલી : અમરેલીની અગ્રણી ઈંગ્લીશ મીડીયમ શૈક્ષણિક સંસ્થા હેપી ઝોનના વિદ્યાર્થીઓ, શૈક્ષણિક - બિન શૈક્ષણિક કર્મચારીઓ અને વાલીગણની ઉપસ્થિતિમાં ભારત દેશના આઝાદીના ૭૫ વર્ષ પુરા થતા હોય અને ૭૬મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થતી હોય તેવા સમયે ખૂબ સુંદર આયોજનથી તુલસી પાર્ટી પ્લોટ ખાતે એક ભવ્યાતી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન અમરેલીના જાણીતા શિક્ષણવિદ પ્રા.જે.એમ.તલાવીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ વેશભૂષા ધારણ કરી ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, વીર શાહિદ ભગતસિંહ, ચંદ્ર શેખર આઝાદ, વીર તાત્યા ટોપે વગેરે જેવા ૧૮ સ્વાતંત્રવિરોની તાદૃશ ભૂમિકા ભજવી ઐતિહાસિક વિરાસતનો પરિચય કરાવ્યો હતો. આ ઉપરાંત વિવિધ રંગારંગ કાર્યક્રમોનું આયોજન થયું હતું.
આ તકે અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોશી પણ ઉપસ્થિત રહયા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રિત્સાહન આપતા જણાવ્યું હતું કે તેઓ સંસ્થાને બનતી મદદ કરશે. આ તકે હેપ્પી ઝોનના સંચાલક જનકભાઈ ભટ્ટે સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી અને તમામ ઉપસ્થિત લોકો માટે અલ્પાહારની વ્યવસ્થા કરી હતી તેમ નિકિતાબેન પંડ્યાએ જણાવ્યું છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.