ગાંધીનગર ખાતે નવનિર્મિત " કાઠિયાવાડ ભવન"ના નિર્માણમાં બોટાદ જિલ્લાના બગડ ગામના એક વ્યક્તિ દ્વારા એક કરોડ રૂપિયાની રકમ અર્પણ કરવામા આવી - At This Time

ગાંધીનગર ખાતે નવનિર્મિત ” કાઠિયાવાડ ભવન”ના નિર્માણમાં બોટાદ જિલ્લાના બગડ ગામના એક વ્યક્તિ દ્વારા એક કરોડ રૂપિયાની રકમ અર્પણ કરવામા આવી


(કનુભાઈ ખાચર દ્વારા )
કાઠી ક્ષત્રિય સમાજ ગુજરાત ભરના તેજસ્વી યુવાનો આવનારી તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓ ઝળહળતી સિધ્ધિ હાંસલ કરે એવાં ઉમદા હેતુથી કાઠી દરબાર શિક્ષણ સમિતિ ગુજરાત દ્વારા સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજના સહકારથી ગાંધીનગર ખાતે નવનિર્મિત "કાઠિયાવાડ ભવન"ના નિર્માણમાં બોટાદ જિલ્લાના બગડ ગામના ભામાશા આદરણીય મંગળુભાઈ જેઠસુરબાપુ ખાચર દ્વારા સમાજના બાળકોના હિતમાં એક કરોડ રૂપિયાની રકમ અર્પણ કરી પરિવર્તનના પ્રહરી બન્યાં દિલથી કોટી વંદન સહ ખોબલે અભિનંદન .જ્યારે જ્યારે શિક્ષણ માટે સમર્પિત દાતાની યાદી થશે ત્યારે આદરણીય મંગળુભાઈનુ નામ ખૂબ આદર સાથે લેવાશે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.