બાલાસિનોર ડખરીયા ગામેઅજમેલસિંહ પરમાર ની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો
બાલાશિનોર તાલુકાના ડખરીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને યોજનાકીય લાભોથી લાભાન્વિત કરાયા
હાલમાં સમગ્ર રાજ્યમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચતી કરવા તથા છેવાડાના ગામોને સો ટકા સુધી યોજનાઓનો લાભ પહોચાડવા માટે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" ચાલી રહી છે. જે અંતર્ગત આજરોજ બાલાશિનોર તાલુકાના ડખરિયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પહોચાડવા મહીસાગર જિલ્લા તંત્ર કટિબદ્ધ છે. જેની ઝાંખી વિકસિત ભારત યાત્રામાં જોઇ શકાય છે. મહીસાગરના બાલાસિનોર તાલુકા માં રથના માધ્યમ થકી વિવિધ ગામોમાં નક્કિ કરેલા રૂટ અનુસાર યાત્રા પરિભ્રમણ કરી પાત્રતા ધરાવતા લાભાર્થીઓને યોજનાકીય લાભોથી લાભાન્વિત કરાઈ રહ્યા છે.
મહીસાગર જિલ્લામાં બાળકોથી લઇ અબાલ વૃધ્ધ સુધી હરકોઇ ગામથી લઈ દેશના વિકાસ માટે પોતાનું સહિયારૂ યોગદાન આપવા સંકલ્પ બધ્ધ થયા છે. ત્યારે ડખરીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ઇન્ચાર્જ અજમેલસિંહ પરમાર અને બાલાસિનોર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ના પ્રતિનિધિ કિરીટભાઈ ચૌહાણ મહીસાગર જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ કાળુસિંહ જે સોલંકી,બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ છત્રસિંહ કે ચૌહાણ, બાલાસિનોર નગરપાલિકાના ચીફ ઓફિસ આકાશ પટેલ, તલાટી ક્રમમંત્રીઓ, તાલુકા પંચાયત કર્મચારીઓ, મામલતદાર કર્મચારીઓ તેમજ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ડેપ્યુટી સરપંચ શ્રી ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ દૂધ મંડળીના સદસ્યશ્રીઓ ગામના આગેવાનો વડીલો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા તેમજ તાલુકા નું પ્રશાસન ઉપસ્થિત રહ્યા હતા
સર્વની ઉપસ્થિતિમાં સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવાની સાથે સાથે લાભાર્થીઓએ પોતાના અનુભવો “મેરી કહાની મેરી ઝુબાની” થીમ અંતર્ગત જણાવ્યા હતા. જેમાં
સરપંચશ્રી, જિલ્લા તાલુકાના વિવિધ અધિકારીઓ-પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.