જ્ઞાનપંચમીનાં શુભદિને જ્ઞાનની જ્યોત... - At This Time

જ્ઞાનપંચમીનાં શુભદિને જ્ઞાનની જ્યોત…


પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

જ્ઞાનપંચમીનાં શુભદિને જ્ઞાનની જ્યોત...

પાટણના વતની હાલ અમેરીકા સ્થિત શ્રેષ્ઠી દ્વારા શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં ગંગાબા રોજગાર કેન્દ્ર માટે રૂા. ૫,૧૧,૧૧૧નું દાન આપવામાં આવ્યું ....

પાટણનું ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય સતત ૧૩૪ વર્ષથી પાટણના લોકોની ‘જ્ઞાન પીપાસા' સંતોષી રહ્યું છે. આ લાઇબ્રેરી દ્વારા વિવિધ સાહિત્યીક, શૈક્ષણિક, રોજગારલક્ષી, આરોગ્યલક્ષી, સમાજલક્ષી, પર્યાવરણલક્ષી કાર્યક્રમો કરી પાટણના નગરજનો માટે આર્શિવાદરૂપ બની ીરહી છે.
જ્ઞાનપંચમીના શુભ અવસરે માતા-પિતાના સંસ્કારોની પ્રેરણાથી નવા વર્ષના નૂતન શુભ વિચારોથી પાટણની લાઇબ્રેરીનાં ઉજ્જવળ ભવિષ્ય માટે અત્યારે ચાલતા રીનોવેશન કામગીરી તથા વિકાસ કામ માટે પાટણ નિવાસી અને હાલ અમેરીકામાં સ્થાયી થયેલા કેતનભાઈ દયાળજીભાઈ અમીને પોતાના માતા-પિતા સ્વ.ગંગાબેન દયાળજીભાઇ અમીન તથા સ્વ. દયાળજીભાઇ પિતામ્બરદાસ અમીનનાં સ્મરણાર્થે રૂા.૫,૧૧,૧૧૧/-નું દાન ‘ગંગાબા રોજગાર કેન્દ્ર” માટે આપ્યું છે. આ જ્ઞાન મંદિરનો લાભ લઇ અત્યાર સુધી વિવિધ રોજગારલક્ષી ક્લાસ દ્વારા ૫૦૦ જેટલા યુવક-યુવતીઓએ રોજગારી મેળવી છે. ભવિષ્યમાં પણ ગંગાબા રોજગાર કેન્દ્ર દ્વારા આ સેવાઓને વિશાળલક્ષી બનાવવાનું આયોજન દાતાઓના સાથ-સહકારથી કરી પાટણના નગરજનોનું જીવન શુભમય-લાભમય બની રહે તેવા પ્રયત્નો લાઇબ્રેરી પરીવાર દ્વારા કરવામાં આવનાર છે.
પરમકૃપાળુ પરમાત્મા તથા માતા-પિતાના આર્શીવાદથી દાતા કેતનભાઇ તથા પરીવારજનો દ્વારા પાટણવાસીઓ માટે જે સ્નેહ, પ્રેમ અને લાગણી દર્શાવી અમૂલ્ય દાન આપવામાં આવ્યું છે તે બદલ લાઇબ્રેરી પરીવાર તેઓનો આભાર વ્યકત કરે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.