મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ રેલવે યાત્રિકોની મદદે આવે.. - At This Time

મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ રેલવે યાત્રિકોની મદદે આવે..


મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ રેલવે યાત્રિકોની મદદે આવે..

રાજકોટ તા.... નેશનલ પ્રોજેક્ટ ના પ્રમુખ રાજેશ જે ભાતેલિયાએ કેન્દ્રનાનાણાં નાણા સચિવને, નાણામંત્રાલય ખાતે પત્ર પાઠવી રેલવે યાત્રીકોની મદદે આવવા વિનંતી કરી છે .તેમને પાઠવેલ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે કોઈપણ ટીકીટ કોઈપણ જગ્યાએથી લેનારને દસ લાખના વિમાનો લાભ આપવો જોઈએ કોઈપણ યાત્રી બીમાર પડે તો તેની સારામાં સારી નિશુલ્ક સારવાર થવી જોઈએ
અને કોઈ યાત્રીને ખુબ બીમાર પડે અને દવાખાનામાં દાખલ કરવો પડે તો સારામાં સારી હોસ્પિટલમાં કેસલેશ સારવાર 10 લાખ સુધીની રેલ્વે દ્વારા થવી જોઈએ
અને તમામ પ્રકારના કન્સેસન ચાલુ કરવા જોઈએ અને દરેક ડિવિઝનલ રેલવે મેનેજર વર્ષમાં છ વખત ઓપન હાઉસ સીધું પબ્લિક સાથે કરે અને બે રેલવે અદાલતનું આયોજન કરે અને તમામ વર્તમાન પત્રમાં માહિતી આપવામાં આવે
તમામ લોકલ ટ્રેનો ચાલુ કરવામાં આવે અને તેમાં લોકોનું જ ભાડું લેવામાં આવે ઓખા થી દોડતી ઓખા ભાવનગર ટ્રેનને પેસેન્જર એટલે કે લોકલ તરીકે દોડાવી અને લોકલ નું ભાડું વસૂલવા વિનંતી છે .ઓખા પોર્ટ થી વેરાવળ સોમનાથ ડબલ ટ્રેક કરવાની પણ ખાસ જરૂર છે.સાથે સાથે લાખાજીરાજ રેલવે સ્ટેશનને ડેવલોપ કરી રાજકોટને ત્રીજા રેલવે સ્ટેશનની ભેટ આપવાની પણ ખાસ જરૂર છે.તેમજ દરેક મોટા સ્ટેશન ઉપર આયુર્વેદિક નિષ્ણાતને આયુર્વેદિક દવાઓ સાથે રાખવામાં આવે જેથી કરીને આકસ્મિક સંજોગોમાં રેલવે સ્ટેશન ઉપર કોઈ બીમાર પડે ત્યાં આવનાર કે જેનાર ટ્રેનમાં કોઈ યાત્રી બીમાર પડે તો સામાન્ય બીમારીહોય તો ત્યાં તપાસીને તે દવા આપી શકાય તેમ જ લાંબા અંતરની દરેક ટ્રેનોમાં તમામ ટીટીને ટ્રેનિંગ આપી અને આયુર્વેદિક દવાનો અને કેવી રીતે ઉપયોગ કરવો એ અંગેનું જ્ઞાન આપી એ અંગેની તાલીમ આપી અને જરૂરી આયુર્વેદિક દવાઓ તેમને પૂરી પાડવામાં આવે
માત્ર સજેશન છે.રાજેશ જે ભાતેલિયા પ્રમુખ નેશનલ યુથ પ્રોજેક્ટ રાજકોટ યુનિટ રાજકોટ

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.