શ્રી લાલ બહાદુર શાસ્ત્રી પ્રાથમિક શાળા નંબર 25 માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી 2024 ની ભવ્ય ઉજવણી - At This Time

શ્રી લાલ બહાદુર શાસ્ત્રી પ્રાથમિક શાળા નંબર 25 માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી 2024 ની ભવ્ય ઉજવણી


(કનુભાઈ ખાચર દ્વારા )
આજ રોજ રાજ્ય સરકાર દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની શાળામાં ઉજવણી કરવામાં આવી હતી.જેમાં આમંત્રિત મહેમાનોને કુમકુમ તિલક કરી અને શૈક્ષણિક કીટ આપી, ધોરણ ૧ અને બાલવાટિકાના બાળકોને પ્રવેશ આપ્યો હતો.
આ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય અને સરસ્વતી માતાના વંદના થી શરૂ કરવામાં આવ્યો હતો.પ્રવેશપાત્ર બાળકોને કીટ જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા આપવામાં આવી.
કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન પ્રતિકભાઈ વડોદરિયા,જાયન્ટસ ગ્રુપ બોટાદના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, બોટાદ જિલ્લા ભાજપ શિક્ષક સેલ સંયોજક મયુરધ્વજસિંહ ભાટી,બોટાદ શિક્ષક સંઘ ઘટક પ્રમુખ રણજીતભાઇ ગોવાલિયા,વેલ્ફર ફાઉન્ડેશનના પ્રમુખ કેતનભાઈ રોજેસરા,શાસનાધિકારી ડી.બી.રોય,સીઆરસી રાકેશભાઈ ચાવડા અને શહેર ભાજપ મહામંત્રી રમેશભાઈ ચાવડા,હરેશભાઈ પીઠવા,પ્રકાશભાઈ સોનગરાં,ઉપેન્દ્ર ભાઈ જોટાનિયા,વિષ્ણુભાઈ દાણીધારિયા,રવજીભાઈ વાટકુંયા,ગોવિંદભાઈ રબારી, ધનજીભાઈ,લક્ષ્મણભાઈ,સિધ્ધરાજ ભાઈ,નિખિલભાઈ અને તમામ પદાધિકારીશ્રીઓ ઉપસ્થીત રહેલ.
ત્યારબાદ અભિનય ગીત,મહેમાનોનું સ્વાગત,બાળકોનું વક્તવ્ય,જુદી જુદી પરીક્ષાઓમાં બાળકોના પર્ફોમન્સ માટે સન્માન તેમજ દાતાઓનું સન્માન, મહેમાનોનું વક્તવ્ય,વૃક્ષારોપણ વગેરે કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ શાળાના ઉદ્યમી અને ઉત્સાહી આચાર્યશ્રી હરેશભાઈ ભોજક તેમજ સમગ્ર મિલનસાર શિક્ષકગણએ ખૂબ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની બાળાઓ અને ટેકનોસેવી શિક્ષક દિપકભાઇ માથુંકિયાએ કરેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.