ઔધોગિક તાલીમ સંસ્થા અમરેલી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની ઉજવણી કરાય
ઔધોગિક તાલીમ સંસ્થા અમરેલી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની ઉજવણી કરાય
ઔધોગિક તાલીમ સંસ્થા અમરેલી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સંસ્થામાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓએ તથા તાલીમાર્થીની બહેનોએ હાજરી આપી હતી. આ પ્રસંગે મેડીકલ ઓફિસર ડો.અફશીનબેન ખેરાણી,પોલીસ ઇન્સ્પેક્ટર મંજુબેન આંબલિયા,ફોરેસ્ટ ઓફિસર જ્યોતિબેન ખાખસ, ભરાડ સ્કૂલના સંચાલક અલ્પાબેન મહેતા પીપાવાવ પોર્ટના એચ.આર બિઝનેસ પાર્ટનર કામિનીબેન ગૌર તેમજ જાણીતા વકીલ એરિકાબેન વાળાએ પોતાના ક્ષેત્રને લગતું અને બહેનોને જીવનમાં ઉપયોગી થાય તેવું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સંસ્થામાં સિદ્ધિ મેળવેલ ૦૩ મહિલા કર્મચારીઓ અને ૦૩ તાલીમાર્થી બહેનોને “એપ્રિસિએશન સર્ટીફીકેટ” પણ એનાયત કરવામાં આવેલ. તમામ મહાનુભાવોનું સ્વાગત સંસ્થાના આચાર્ય વર્ગ-૧ ડો.તેજલબેન ભટ્ટએ કર્યું હતું. તેમજ કાર્યક્રમની આભાર વિધિ ઋષિતાબેન રામાણીએ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રદ્ધાબેન દવે અને પ્રીતિબેન નકુમએ કરેલ.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના તમામ મહિલા અધિકારી/કર્મચારી અને તાલીમાર્થી બહેનોએ જહેમત ઉઠાવી હતી. તેમ સંસ્થાના આચાર્ય વર્ગ-૦૧ ડો.ટી.એમ ભટ્ટ મેડમની યાદીની જણાવ્યું હતું.
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.