વાડીએ દીવાલ બનાવવા બાબતે મારામારી થતાં મહીલા ને થઈ ભારે ઈજા - At This Time

વાડીએ દીવાલ બનાવવા બાબતે મારામારી થતાં મહીલા ને થઈ ભારે ઈજા


જસદણના નાની લાખાવડ ગામની સીમમાં વાડીએ દિવાલ બનાવવા મામલે મહિલા પર તેના જ જેઠ-જેઠાણીએ લાકડીથી હુમલો કરતાં મહિલાને સારવારમાં ખસેડાયા હતા. જસદણના નાની લાખાવડ ગામે રહેતાં ભાનુબેન વલ્લભ ભાઈ બાવળીયા (ઉ.વ.50) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુખા અરજણ બાવળીયા અને તેની પત્ની મધુબેનનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ખેતીકામ કરે છે અને સંતાનમાં એક પુત્ર—બે પુત્રી છે. તેણી તેના પુત્ર જયેશ સાથે વાડીએ હતા. ત્યારે તેની બાજુમાં રહેતા તેના જેઠ સુખા બાવળીયાએ કહ્યું હતું કે, તમે અહીંયા ત્રણ દિવસથી બેલા રસ્તામાં મુકેલા છે અને વચ્ચેથી લેતા નથી તેમજ દીવાલ તમારી જગ્યામાં કરજો. જેથી તેમને અમારા કામકાજમાં બોલવું નહીં તેમ કહેતા લાકડી લઈ હુમલો કરી દીધો હતો. તેમજ તેની પત્ની મધુબેન પણ ગાળો બોલતી દોડી આવી હતી અને મને પકડી રાખી તેના જેઠે લાકડીથી માર માર્યો હતો. બાદમાં તેણીનો પુત્ર દોડી આવતાં આરોપી દંપતી નાસી છૂટ્યા હતાં. આ હુમલા બાદ તેણીને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.