આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુત્રાપાડાના લોઢવા ગામે યોજાઈ અમૃત કળશ યાત્રા - At This Time

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુત્રાપાડાના લોઢવા ગામે યોજાઈ અમૃત કળશ યાત્રા


આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુત્રાપાડાના લોઢવા ગામે યોજાઈ અમૃત કળશ યાત્રા
----------
ગીર સોમનાથ, તા.૧૩: ગીર સોમનાથમાં તાલાલાના ધારાસભ્ય શ્રી ભગવાન બારડની આગેવાની હેઠળ અમૃત કળશ યાત્રા યોજવામાં આવી હતી. ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારના દરેક ઘરેથી એક ચપટી માટી અથવા ચોખા અમૃત કળશમાં એકઠા કરવામાં આવી રહ્યાં છે અને એકત્રિત વસ્તુઓનો ઉપયોગ કર્તવ્ય પથ પાસે અમૃત વાટિકા તથા આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારકના નિર્માણમાં કરાશે.
આ કાર્યક્રમ અંતર્ગત સુત્રાપાડા તાલુકાના ગામડાઓમાં શરૂ થયેલી અમૃત કળશ યાત્રા લોઢવા ગામે પહોંચી હતી અને ગામમાં ફરી હતી. આ તકે લોઢવા ગામના લોકો ઉત્સાહભેર કળશમાં માટી અને ચોખા અર્પણ કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડ, સૂત્રાપાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી રામભાઈ વાઢેર, સુત્રાપાડા તાલુકા અગ્રણી સર્વ શ્રી જશુભાઈ વાઢેર, શ્રી પ્રતાપભાઈ બારડ, શ્રી હીરાભાઈ વાઢેર તેમજ ટપુભાઈ વાજા, લોઢવા ગામના સરપંચશ્રી તેમજ ગ્રામ પંચાયતના સભ્યોશ્રીઓની ઉપસ્થિતિ તેમજ ગામના આગેવાનો, યુવાનો અને લોઢવા સબ સેન્ટર સ્ટાફ, આશાવર્કર બહેનો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.