ખોરાસા ગામની ઘટના;3 સિંહનાં મોત પાક રક્ષણ માટે ખેતરમાં મુકેલા વીજ કરંટથી થયાનો ઘટસ્ફોટ…
માળીયા હાટીનાના તાલુકાના ખોરાસા નજીક થોડા દિવસ પહેલા એક સિંહણ અને બે સિંહબાળના મોત થવાની ઘટનામાં હાઈકોર્ટના આકરા વલણ બાદ અંતે વન વિભાગ દોડતું થયું હતું. જેમાં પાતરા ગામના એક ખેડૂતની ધરપકડ કરી. માળિયા કોર્ટમાં રજુ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા. હજુ પણ આ બનાવમાં એક કરતા વધુ કરી આરોપીઓ હોવાની શંકાના આધારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગત તા.19 એ આરોપી અજીત ડોડીયા ને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તા.21ના 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.