બોટાદ માં તખ્તસિંહજી જાહેર વાંચનાલય ખાતે ૧૦ મુ પુસ્તક પરબ યોજાયું - At This Time

બોટાદ માં તખ્તસિંહજી જાહેર વાંચનાલય ખાતે ૧૦ મુ પુસ્તક પરબ યોજાયું


બોટાદ માં તખ્તસિંહજી જાહેર વાંચનાલય ખાતે ૧૦ મુ પુસ્તક પરબ યોજાયું

માતૃભાષા અભિયાન અને શ્રી તખ્તસિંહજી જાહેર વાચનાલયના સહયોગથી જુન મહિનાના પ્રથમ રવિવારે ૧૦ મુ પુસ્તક પરબનું આયોજન 'વડીલોનો વિસામો' તખ્તસિંહજી જાહેર વાંચનાલય, નદી કિનારે, બોટાદ માં યોજાયું હતું. આ પરબ નું ઉદઘાટન ઉપસ્થિત મહાનુભાવ ના વરદ હસ્તે દીપ પ્રગટન કરી ખુલ્લું મુકવામાં આવેલ.
આ પુસ્તક પરબનો હેતુ બોટાદ શહેરનાં વડીલો , યુવાનો, અને બાળકોમાં પુસ્તક પ્રત્યે વાંચનપ્રેમ વધુ વિકસિત થાય એ રહ્યો છે. આ પ્રસંગે મુક્તિધામ ના પ્રણેતા ગ્રીનમેન સી. એલ. ભીકડિયા, ચાંદની રોજેસરા, કુલદીપ ખાચર, હિતેશ છાયા, અંકિત સોલંકી, નવદિપ મકવાણા, ગૌરાંગભાઈ લવિંગયા, ડૉ. વિપુલભાઈ કાળિયાણિયા વગેરે સાહિત્ય રસિક મિત્રોએ હાજરી આપેલ.. પુસ્તક પરબના કાર્યવાહક યંગ જાયન્ટસ બોટાદ ના પ્રમુખ કુલદીપ વસાણી, પારસ ઓગાણિયા, બટુક રવૈયા, રાજેશ શાહ, જયેશ પરમાર અને સમગ્ર વ્યવસ્થા સમર્પણ ગૃપના બાળકો દ્વારા સંભાળવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.