રાણપુર તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ અને ઉપ.પ્રમુખની વરણી કરવામાં આવી - At This Time

રાણપુર તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ અને ઉપ.પ્રમુખની વરણી કરવામાં આવી


(બોટાદ બ્યુરો- ચિંતન વાગડીયા દ્વારા)
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ અને ઉપ.પ્રમુખની આજરોજ સર્વાનુંમતે વરણી કરવામાં આવી.રાણપુર તાલુકાના નાગનેસ ગામે રાણપુર તાલુકાના સરપંચોની બેઠક યોજાઇ હતી.ભાજપ પ્રેરીત રાણપુર તાલુકા સરપંચ એસોસીએશનના પ્રમુખ અને ઉપ.પ્રમુખની વરણી કરવામાં આવી હતી.જેમાં રાણપુર તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ તરીકે ગઢીયા ગામના સરપંચ રણછોડભાઈ વડોદરીયા તેમજ ઉપ.પ્રમુખ તરીકે રણજીતસિંહ મોહબતસિંહ પરમાર ની વરણી કરવામાં આવી હતી.18 જેટલા સરપંચો આ બેઠકની અંદર હાજર રહ્યા હતા રાણપુર તાલુકાના વિવિધ ગામોના 18 જેટલા સરપંચોની હાજરીમાં રાણપુર તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ તેમજ ઉપ.પ્રમુખની વરણી કરવામાં આવી હતી આ સમયે રાણપુર તાલુકા ભાજપના મહામંત્રી હરપાલસિંહ ઝાલા,મહામંત્રી સંજયભાઈ શેખ,રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ માણસુરીયા,રાણપુર તાલુકા પંચાયતના ઉપ.પ્રમુખ પ્રવીણભાઈ બાવળીયા,રાણપુર તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ રવિભાઈ ધાંધલ,રાણપુર તાલુકા ભાજપ ઉપ.પ્રમુખ રણજીતભાઈ બગોદરીયા આ બેઠકની અંદર હાજર રહ્યા હતા અને રાણપુર તાલુકાના વિવિધ ગામોના 18 જેટલા સરપંચોની હાજરીમાં રાણપુર તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ અને ઉપ.પ્રમુખની જાહેરાત વરણી કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.