જસદણમાં પ્રભુ સદભાવના સેવા સમિતિ ના સભ્યો એ જસદણ સરકારી હોસ્પિટલમાં આવતા લોકો ને ઠંડી છાશ પીવડાવી ગરમી થી રાહત અપાવી
જસદણમાં પ્રભુ સદભાવના સેવા સમિતિના સભ્યોએ કાળઝાળ ગરમીથી બચવા માટે જસદણની સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને લોકોને ઠંડી છાશ પીવડાવવામાં આવી હતી. જસદણ સહિત રાજ્યભરમાં આકરી ગરમી પડી રહી છે. ત્યારે ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લેતા હોય છે. ત્યારે જસદણમાં પ્રભુ સદભાવના સેવા સમિતિના સભ્યો દ્વારા છાશનું પરબ શરૂ કરવામાં આવ્યું છે. આ સમિતિના તમામ સભ્યો વિજયભાઈ રાજપૂત, તરૂણભાઈ પરમાર, બીપીનભાઈ ચાવડા, સુરેશભાઈ ધોળકિયા, વલ્લભભાઈ હિરપરા, ડો.કેતનભાઈ સાવલીયા, સહિતના સભ્યો ઉપસ્થિત રહે છે અને લોકોને ઠંડક આપી રહ્યા છે. આ સમિતિ દ્વારા હોસ્પિટલમાં આવતા તમામ લોકોને વિનામૂલ્યે છાશ પીવડાવવામાં આવી રહી છે. જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ સમિતિએ જસદણ શહેરમાં છેલ્લા દોઢેક વર્ષમાં અનેક સેવાકીય કાર્યો કર્યા છે. જેમાં ગરીબોને તહેવારો સમયે મીઠાઈ, ભોજન, નાના બાળકોને સ્લીપર વગેરે આપી સેવાની મહેક પ્રસરાવી છે. ત્યારે આ સમિતિએ ગરમીથી બચવા માટે લોકોને ઠંડી છાશ પીવડાવવાનું પરબ ખોલી તેમની આંતરડી ઠારી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.