નગર પાલિકાના પૂર્વ ચેરમેન અને ભાજપ SC મોરચાના પ્રદેશ મંત્રી સાથે અંબાજી સરગરા સમાજના લોકોએ મુલાકાત કરી..
નગર પાલિકાના પૂર્વ ચેરમેન અને ભાજપ SC મોરચાના પ્રદેશ મંત્રી સાથે અંબાજી સરગરા સમાજના લોકોએ મુલાકાત કરી..
આબુરોડ ખાતે આવેલ હનુમાન ટેકરી પર શ્રી શ્રી 1008 મહંત યોગીરાજ કસ્તુરનાથજી મહારાજની પુણ્યતિથિ ભવ્ય ધૂમધામથી યોજાઇ હતી જેમાં મોટી સંખ્યા લોકો જોડાયા હતા અને ભક્તિ ભાવપૂર્વક કાર્યક્રમમાં સહભાગી થઈ આસ્થા સાથે ધન્યતા અનુભવી હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો હનુમાન ટેકરી ખાતેથી વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે ભજન સંધ્યા નું આયોજન થયું હતું આ ભજન સંધ્યામાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા જ્યારે અંબાજી સરગરા સમાજના અનેક લોકો આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા અંબાજીના સરગરા સમાજના યુવા આગેવાન અને પત્રકાર રિતિક સરગરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આબુરોડ ખાતે હનુમાન ટેકરી પર યોજાયેલ ભજન સંધ્યા કાર્યક્રમમાં અંબાજી સરગરા સમાજના અધ્યક્ષ જગદીશ સરગરાની સાથે જ સરગરા સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા સાથે જ આબુરોડ નગર પાલિકાના પૂર્વ ચેરમેન અને રાજસ્થાન SC મોરચા પ્રદેશ ભાજપના મંત્રી સુરેશ સિંદલ સાથે અંબાજી સરગરા સમાજના લોકોએ મુલાકાત કરી અને સમાજ શિક્ષિત દિશામાં આગળ વધે સમાજમાં એકતા જળવાઈ રહે તે બાબતે ચર્ચા વિચારણા કરી હતી જ્યારે સરગરા સમાજના આગેવાન જગદીશભાઈ સરગરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે માઉન્ટ આબુ નગરપાલિકાના પૂર્વ ચેરમેન સુરેશ થીંગર સાથે પણ હનુમાન ટેકરી ખાતે મુલાકાત કરવામાં આવી હતી સુરેશ થિંગર જે માઉન્ટ આબુના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે અને સમાજના લોકો માટે એક પ્રેરણા સ્ત્રોત છે જ્યારે માઉન્ટ આબુ ના પૂર્વ ચેરમેન સુરેશ થીંગર સાથે અંબાજી સરગરા સમાજ વિકાસ સમિતિના આગેવાનોએ ચર્ચા વિચારણા કરી અને સાથે જ ચાલી રહેલ ભજન સંધ્યા કાર્યક્રમમાં ભક્તિના રંગે રંગાઈ પૂર્વ ચેરમેન સાથે અંબાજી સરગરા સમાજના લોકો જુમી ઉઠ્યા હતા સાથે જ અંબાજી સરગરા સમાજના લોકોએ હનુમાન ટેકરી ખાતે બંને પૂર્વ ચેરમેનો સાથે મુલાકાત કરી અને ખુશી વ્યક્ત કરી હતી આ સાથે જ કાર્યક્રમમાં સરગરા સમાજ અંબાજીના જગદીશભાઈ સરગરા, બહાદુરભાઇ સરગરા, રાકેશભાઈ સરગરા ,વિષ્ણુ સરગરા, (પત્રકાર) રિતિક સરગરા ,જીગર સરગરા, સુનીલ સરગરા, અર્જુન સરગરા ,પ્રકાશ સરગરા સાથે અનેક સરગરા સમાજના લોકો હાજર રહ્યા હતા..
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.