વૃદ્ધ પેન્શન યોજના ના અમલીકરણ નો તાલુકા મથકે ઉલ્લાળિયો કેમ? રેકર્ડ ન હોય તેવા કિસ્સા માં મેડિકલ ઓફિસર ના ઉંમર ના દાખલા ચલાવવાનો સરકાર નો પરિપત્ર ભલે હોય
વૃદ્ધ પેન્શન યોજના ના અમલીકરણ નો તાલુકા મથકે ઉલ્લાળિયો કેમ?
રેકર્ડ ન હોય તેવા કિસ્સા માં મેડિકલ ઓફિસર ના ઉંમર ના દાખલા ચલાવવાનો સરકાર નો પરિપત્ર ભલે હોય
લાઠી મામલતદાર કચેરી ખાતે વૃદ્ધ નિરાધાર સહાય યોજનામાં ઉંમરના મેડિકલ ઓફિસરના ન ચલાવતા હોવા બાબતે વૃદ્ધ નિરાધારોને ભારે મુશ્કેલી પડી રહી છે ત્યાં બેઠેલા કર્મચારી આધાર કાર્ડ મુજબ ૬૦ વર્ષ પુરા થતા હોવા જોઈએ તેવો જવાબ આપે છે આવા વૃદ્ધો ને આધારકાર્ડ ક્યાં ગ્રાઉન્ડ ઉપર નીકળ્યું હોય ? અને જે તે સમયમાં ગ્રામ પંચાયત કચેરીના રેકોર્ડ ઉપર જન્મ તારીખના દાખલાની નોંધણી પણ ન થયેલ હોય તેવા કિસ્સામાં ઉંમરના મેડિકલ ઓફિસર ના દાખલા ચલાવવાનો સરકારશ્રીનો પરિપત્ર હોય ત્યારે આધાર કાર્ડ સુધારા માટે વડીલો પાસે ગ્રામ પંચાયત કચેરીના નોંધણી ના દાખલા ન હોય ત્યારે આ ગુજરાત સરકારની વૃદ્ધ પેન્શન યોજનામાં લાભ લેવાથી વંચિત રહી જાય છે ત્યારે લાઠી મામલતદાર કચેરી ખાતે ડિપાર્ટમેન્ટ સંભાળતા અમલીકરણ અધિકારી મેડિકલ ઓફિસરના ઉંમરના દાખલા કેમ ચલાવવામાં આવતા નથી ? અને આધારકાર્ડ મુજબ ૬૦ વર્ષનો આગ્રહ રાખવામાં આવે છે ત્યારે પ્રાઇવેટ એજન્સીઓ આધાર કાર્ડ ની કીટમાં અનેક જાતના સબરડાઓ કરવામાં આવે છે ત્યારે તેનો ભોગ આમ જનતા બની રહી છે તો ખરેખર આ સરકાર શ્રી ના પરિપત્ર મુજબ મેડિકલ ઓફિસરના ઉંમરના દાખલા ચલાવવામાં આવે છે કે કેમ કે પછી કર્મચારી પોતાની મનમાની ચલાવે છે તેવી રજૂઆત શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણે ધારાસભ્ય જનકભાઈ તળાવિયા સમક્ષ કરવામાં આવી છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.