રાજકોટમાં શ્વાનની વસ્‍તીનો વિસ્‍ફોટ અને શ્વાનના કરડવાના એક પછી એક કિસ્‍સાઓ વધતા લોકો ચિંતીત - At This Time

રાજકોટમાં શ્વાનની વસ્‍તીનો વિસ્‍ફોટ અને શ્વાનના કરડવાના એક પછી એક કિસ્‍સાઓ વધતા લોકો ચિંતીત


રાજકોટ મનપા તરફથી એક તરફ ખસીકરણ ઝુંબેશની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે અને તેની પાછળ બજેટમાં લાખો રૂપિયા વાપરવામાં આવે છે. ત્યારે બીજી તરફ રાજકોટ શહેરમાં શ્વાનની વસ્તીનો વિસ્ફોટ અને શ્વાનના કરડવાના એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

છેલ્લા નવ માસમાં શ્વાન કરડવાના કેસના આંકડા
એપ્રિલ મહિનામાં 1387 કેસ
મે મહિનામાં 1345 કેસ
જૂન મહિનામાં 677 કેસ
જુલાઈ મહિનામાં 500 કેસ
ઓગસ્ટ મહિનામાં 547 કેસ
સપ્ટેમ્બર મહિનામાં 586 કેસ
ઓક્ટોબર મહિનામાં 502 કેસ
નવેમ્બર મહિનામાં 592 કેસ
ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં 282 કેસ
બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા સતત દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે 2008 થી ખસીકરણ ઝુંબેશને વેગવંતી બનાવવામાં આવી છે. 2008 પૂર્વે રાજકોટ મહાનગરપાલિકાના હદમાં 40000 થી 45000 શ્વાન હતા. બાદમાં ક્રમશઃ સાત જેટલા નવા ગામડાઓ પણ મનપાની હદમાં ભેળવવામાં આવ્યા.
તેમ છતાં હાલ શ્વાનની વસ્તી રાજકોટ શહેરમાં 30,000 ની આસપાસ છે. તો સાથે જ ખસીકરણની ઝુંબેશ માત્ર લોકડાઉનના સમયે બે થી ત્રણ મહિના જ બંધ રહી હતી. તે સિવાય 2008 થી લઇ અત્યાર સુધી ખસીકરણની ઝુંબેશ શરૂ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.