વડનગર માં અંડરગ્રાઉન્ડ ગટર ની બાજુ ખાડો પડતાં પ્રજાજનો પરેશાન. - At This Time

વડનગર માં અંડરગ્રાઉન્ડ ગટર ની બાજુ ખાડો પડતાં પ્રજાજનો પરેશાન.


વડનગર માં નદીઓળ દરવાજા થી બારોટી બજાર જવા ના રસ્તા પર ઠેર ઠેર અંડરગ્રાઉન્ડ ગટર ની આજુબાજુ ખાડા પડી ગયા છે. તેમાં ધણી જગ્યાઓએ મોટા ખાડો પણ જોવા મળે છે. અને વાહનવ્યવહાર તથા રાહદારીઓ ને જવા માટે તકલીફ પડે છે. તેમાં કોઈ ને ઈજા થાય તો જવાબદારી કોની રહેશે. વડનગર માં તો ધણા વિસ્તારમાં ખાડા જોવા મળે છે. તો તંત્ર આ બાબત ધ્યાનમાં લે તેવી પ્રજાજનો ની માંગ ઉઠી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.