સાબરકાંઠા જિલ્લામાં-: ઘરફોડ ચોરીના ગુન્હાના આરોપીને ગણતરીના કલાકમા ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડતી હિંમતનગર બી.ડીવીઝન પોલીસ…..
સાબરકાંઠામાં-:
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેંદ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠા હિંમતનગરનાઓએ સાબરકાંઠા જીલ્લામાં ચોરીના ગુન્હા શોધી ચોર ઇસમોને પકડવા સારુ સુચના આપેલ હોય.જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી એ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એસ જે પંડયા તથા પોલીસ સબ ઇન્સ વીમલ.આર.ચૌહાણ તથા ડી.સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહેલ..
તા.૦૧/૦૧/૨૦૨૪ ના રોજ પોલીસ સબ ઇન્સપેક્ટર વીમલ.આર.ચૌહાણ તથા ડી.સ્ટાફ ના માણસો સાથે હિંમતનગર બી.ડીવિઝન પોલિસ સ્ટેશન એ પાર્ટ નંબર-૧૧૨૦૯૦૫૬૨૪૦૦૦૪/૨૦૨૪ ઇપીકો કલમ-૪૫૪,૪૫૭,૩૮૦ ગુન્હો દાખલ થયેલ જેમા હિંમતનગર ટાવર રોડ ઉપર આવેલ ઇન્દ્રધનુશ કોમ્પલેક્ષમા આવેલ પટેલ રમેશભાઇ કાંતીભાઇ આગડીયા પેઢીની ઓફીસના સટરનો નકુચો તથા તાળુ તોડી અંદર ઓફીસમા ટેબલમાં મુકેલ અલગ અલગ ચલણી નોટો રુ.૧૩૦૦૦/-ની મત્તાની ચોરી થયેલ હોય જેની તપાસમા હોય જે ગુન્હા બાબતે અમારી સુચનાથી વી આર ચૌહાણ પોલીસ સબ ઇન્સ નાઓએ ડીસ્ટાફ ના માણસોની અલગ અલગ ટીમો બનાવી કોમ્પલેક્ષમા તથા આજુબાજુ લાગેલ સી.સી.ટી.વી.ફુટેજ મેળવી ચેક કરાવતા તેમા સીસીટીવી ફુતેજમા એક ઇસમ કોમ્પ્લેક્ષ મા આટા ફેરા મારતો તથા દુકાન ની અંદર લગાવેલ સીસીટીવી ફુટેજમા તેજ ઇસમ દેખાત તે ઇસમ ની ઇન્દ્રધનુશ કોમ્પલેક્ષમાં તથા આજુબાજુ દુકાનો મા ફુટેજ બતાવતા તે ઇસમ રવિભાઇ વણઝારા છે..
તે થોડા દિવસથી ઇન્દ્રધનુશ કોમ્પ્લેક્ષમા ઉપરના માળે દુકાન તોડવાનું કામ કરતો હોવાની માહીતી જણાતા તે ઇસમની તપાસ કરતા ઇન્દ્રધનુશ કોમ્પલેક્ષમા ઉપરના માળેથી મળી આવતા તેનુ નામ ઠામ પુછતા રવિભાઇ ધર્માજી વણઝારા રહે.બળવંતપુરા,તા.હિંમતનગરનો હોવાનુ જણાવતા તેને પોલીસ સ્ટેશન લાવી યુક્તી-પ્રયુક્તીથી પુછપરછ કરતા પોતે ઇન્દ્રધનુશ કોમ્પલેક્ષમાં આવેલ પટેલ રમેશભાઇ કાંતીભાઇ આગડીયા પેઢીની ઓફીસના સટર નો નકુચો તથા તાળુ તોડી ચોરી કરેલા ની કબુલાત કરેલ અને ચોરીમા ગયેલ મુદ્દામાલ પોતે પોતાના ઘરે કબાટ મા મુકેલ છે તેમ જણાવતા તેના ઘરે થી ચોરીમા ગયેલ મુદ્દામાલ અલગ અલગ ચલણી નોટો રુ.૧૩૦૦૦/-મળી આવતા તપાસ અર્થી કબ્જે કરી સદરી રવિભાઇ ધર્માજી વણઝારા રહે.બળવંતપુરા,તા.હિંમતનગરનાઓને હિંમતનગર બી.ડીવિઝન પોલિસ સ્ટેશન એ પાર્ટ નંબર-૧૧૨૦૯૦૫૬૨૪૦૦૦૪/૨૦૨૪ ઇપીકો કલમ-૪૫૪.૪૫૭,૩૮૦ ચોરી ના ગુન્હમા એરેસ્ટ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે..
આમ,ઘરફોડ ચોરીનો ગુન્હો ગણતરીના કલાકોમા ડીટેક્ટ કરી આરોપીને ચોરીમા ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી હિંમતનગર બી.ડીવિઝન પોલિસ સ્ટેશનના સ્ટાફ ધ્વારા કામગીરી કરેલ છે.આ પ્રશસનીય કામગીરી કરનાર અધીકારી કર્મચારીઓ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.પંડયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીમલ.આર.ચૌહાણ,આસિસ્ટન્ટ પોલીસ હેડ કોન્સ્ટેબલ જીગ્નેશકુમાર સુરેશભાઈ,દલજીતસિંહ રામસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ લાલસિંહ,નિકુલસિંહ મહેદ્રસિંહ,અજયસિંહ પ્રહલાદસિંહ.
રીપોર્ટર-:
શાહબુદ્દીન શિરોયા
સાથે
આબીદઅલી ભૂરા
સાબરકાંઠા.....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.