જસદણ પોલીસ સ્ટેશન ખાતે લોકોને સરળતાથી લોન કઈ રીતે મળી શકે તે અંગેનો માર્ગદર્શનનો સેમિનાર ગોઠવામાં આવેલ
જસદણ પોલીસ સ્ટેશન ખાતે લોકોને સરળતાથી લોન કઈ રીતે મળી શકે તે અંગેનો માર્ગદર્શનનો સેમિનાર ગોઠવામાં આવેલ
જસદણ પોલીસ સ્ટેશન ખાતે, શ્રી અશોકકુમાર યાદવ સાહેબ - નાયબ પોલીસ મહાનિરીક્ષક - રાજકોટ રેન્જ તથા શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ - પોલીસ અધિક્ષક - રાજકોટ ગ્રામ્ય-રાજકોટના ઓની સુચનાથી જસદણ પોલીસ સ્ટેશન ખાતે ગોંડલ વિભાગના ડી.વાય.એસ.પી. શ્રી કે.જી.ઝાલા સાહેબના અધ્યક્ષ સ્થાને વ્યાજંકવાદ વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે તથા વ્યાજખોરો પાસેથી વ્યાજે નાણા લેવાને બદલે બેન્કમાંથી લોન સરળતાથી મળી રહે તે માટેના માર્ગદર્શન માટેના લોકદરબારનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં જસદણ એસ.બી.આઇ. બેંકના મેનેજર શ્રી ધર્મેન્દ્ર વિધ્યાર્થી તથા એક્સીસ બેન્કના મેનેજરશ્રી અમીતભાઇ પોપટ તથા કો.ઓપરેટેીવ બેન્કના મેનેજરશ્રી ઝવેરભાઇ કલકાણી તથા આઇ.સી.આઇ.સી. બેન્કના મેનેજરશ્રી અમીતભાઇ ત્રીવેદી તથા રાજકોટ નાગરીક બેન્કના મેનેજરશ્રી ભાર્ગવભાઇ પરીખ તથા રાજકોટ ડીસ્ટ્રીક બેન્કના મેનેજરશ્રી હર્ષદભાઇ કાકડીયા તથા એચ.ડી.એફ.સી.બેન્કના મેનેજરશ્રી નીકુંજભાઇ મહેતા તથા બી.ઓ.આઇ. બેન્કના મેનેજરશ્રી અમરસીંગ મીણા સાહેબ તથા જસદણના આગેવાનશ્રીઓમાં ચંદુભાઈ કચ્છી, જયકાંતભાઈ છાટબાર, રફિકભાઈ રાવાણી, બસીરભાઈ પરમાર, હનીફબાપુ, ફૈજલભાઈ ચાવડા, જયેશભાઈ મયાત્રા, ધીરુભાઈ છાયાણી વગેરે જેવા ઘણા બધા સામાજિક તથા રાજકીય આગેવાનો તેમજ પત્રકાર મિત્રો પધારેલ તથા આશરે ૧૫૦ જેટલા નાગરિકો હાજર રહેલ,ઉપરાંત જે લોકોને નાણાની જરૂરીયાત હોય તો બેન્ક મારફતે લોન લેવા સમજ કરેલ અને લોન લેવા માટે સરળતા બની રહે તે માટે દરેક બેન્કના મનેજરોશ્રીઓએ યોગ્ય માહિતી - માર્ગદર્શન આપેલ હતુ તેમજ ગોંડલ વિભાગના ડી.વાય.એસ.પી. શ્રી કે.જી.ઝાલા સાહેબે લોકોને બેંકમાંથી લોન સરળતાથી મળી રહે તેમજ વ્યાજંકવાદીઓ પાસેથી મુક્તિ મળે તે અંગેનું માર્ગદર્શન આપેલ અને જસદણ પોલીસ સ્ટેશનના પી.આઇ. ટી.બી.જાની સાહેબે જસદણ પોલીસ સ્ટેશનના કાર્યક્રમમાં પધારેલ બેંક મેનેજર સાહેબો, સામાજિક - રાજકીય આગેવાનો અને નગરજનોનો આભાર માનેલ અને આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન જસદણના એડવોકેટ શ્રી પ્રકાશ પ્રજાપતી દ્વારા કરવામાં આવેલ.
રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.