જૂનાગઢ ના ભેસાણ ખાતે લેઉવા પટેલ સમાજ ના ગ્રાઉન્ડ માં શ્રી સરદાર પટેલ સેવાદળ (SPG) દ્વારા રાજસ્વી સાહી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું - At This Time

જૂનાગઢ ના ભેસાણ ખાતે લેઉવા પટેલ સમાજ ના ગ્રાઉન્ડ માં શ્રી સરદાર પટેલ સેવાદળ (SPG) દ્વારા રાજસ્વી સાહી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું


જૂનાગઢ ના ભેસાણ ખાતે લેઉવા પટેલ સમાજ ના ગ્રાઉન્ડ માં શ્રી સરદાર પટેલ સેવાદળ (SPG) દ્વારા રાજસ્વી સાહી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું.... જૂનાગઢ ના ભેસાણ ખાતે લેઉવા પટેલ સમાજ ના ગ્રાઉન્ડ માં શ્રી સરદાર પટેલ સેવાદળ (SPG) દ્વારા રાજેસ્વી સાહી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમ ના અધ્યક્ષ લાલજી ભાઈ પટેલ ના હસ્તે સરદાર પટેલ ની પ્રતિમા ને ફૂલહાર કરી બાદમાં દીપપ્રગતિય કરી આ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાનો માં SPG ના અધ્યક્ષ લાલજી ભાઈ પટેલ તેમજ ઉપાધ્યક્ષ બાબુ ભાઈ સુતરીયા તેમજ સૌવરાષ્ટ્ર ના અધ્યક્ષ કલ્પેશ રાંક તેમજ જૂનાગઢ ના ધારાસભ્ય સંજય કોરડિયા તેમજ ભેસાણ/વિસાવદર ના ધારાસભ્ય ભૂપત ભાયાણી તેમજ પૂર્વ તાલુકા પંચાયત ના પ્રમુખ પતિ ભાવેશ ત્રાપસિયા સહિત ના અન્ય ધારાસભ્ય ના પ્રતિનિધિ હાજર રહ્યા હતા જેમાં પધારેલ મહેમાનો નું ફૂલ હાર તેમજ મોમેન્ટો તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું લાલજી પટેલે જણાવ્યું હતું કે શ્રી સરદાર પટેલ સેવાદળ નો મુખ્ય હેતુ એ છે કે સમાજ ને એક થવું અને પાટીદાર સમાજ નું રક્ષણ કરવું તેમજ પાટીદાર સમાજ ની દીકરી ઓ ને જાગૃત કરવું તેમજ મોટા બ્લડ કેમ્પ કરવા અને પાટીદાર સમાજ ને ગુજરાત ના કોઈ પણ ખૂણા માં આર્થિક કે સામાજિક પ્રશ્નો નું નિરાકરણ લાવવું તેમજ ખેડૂત ભાઈ ઓ ને થતાં અસામાજિક તત્વો સામે થતો અન્યાય સામે લડવું જેવા અનેક મુદ્દા ઓ ને લઈને કાર્યરત છે તો પાટીદાર સમાજ ને SPG ગ્રુપ ના સભ્ય બની જોડાવા હાકલ કરી હતી તેમજ આ સમારોહ મા પધારેલ SPG ની ટીમો જેમાં જૂનાગઢ/રાજકોટ/જેતપુર/ભેસાણ/વગેરે ની સમિતિ ઓ દ્વારા પધારેલ મહેમાનો નું ફૂલ હાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ભેસાણ ના તમામ ગામના પાટીદાર સરપંચો તેમજ તાલુકા ના અગ્રણી ઓ હાજર રહ્યા હતા અને મહેમાનોનું ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ભેસાણ ના સ્થાનિક ધારાસભ્ય ભૂપત ભાયાણી નું ભેસાણ ની ખોડલ ધામ સમિતિ તેમજ ભેસાણ ના કર્મચારી મંડળ દ્વારા સાહી સન્માન કરવામાં આવ્યું હતું........ રિપોર્ટ.... કાસમ હોથી... ભેસાણ... મો.9913465786


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.