કરૂણા અભિયાન” અંર્તગત જન જાગૃત્તિ માટે મહીસાગર વન વિભાગ દ્વારા લુણાવાડા આદર્શ વિધ્યાલય ખાતે કાર્યક્રમ યોજાયો - At This Time

કરૂણા અભિયાન” અંર્તગત જન જાગૃત્તિ માટે મહીસાગર વન વિભાગ દ્વારા લુણાવાડા આદર્શ વિધ્યાલય ખાતે કાર્યક્રમ યોજાયો


રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણના પર્વ દરમિયાન "પક્ષી બચાવો કરૂણા અભિયાન" અંતર્ગત પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે માટે વન વિભાગ દ્વારા સરકારશ્રીના અન્ય સંબંધિત વિભાગો, બિનસરકારી સંસ્થાઓ અને સામાન્ય પ્રજાના સહયોગથી તહેવારના સમયે પતંગના દોરાથી ઘાયલ પશુઓ અને પક્ષીઓને ખાસ સારવાર સાથે અન્ય માહિતી માટે લુણાવાડા આદર્શ વિધ્યાલય ખાતે મહીસાગર વન વિભાગ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ઉત્તરાયણ પર્વ સામે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પતંગો ચાલુ થઈ ગઈ હોવાથી દોરીથી ઘાયલ થતાં પક્ષીઓને બચાવવા અને જન જાગૃતિ લાવવા વન વિભાગવતી નિર્દોષ પક્ષીઓને બચાવવા માટે આમ જનતાને જાગૃત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કોઇ ઘાયલ પક્ષીઓ દેખાઈ તો ટોલ ફ્રી નંબર પર જાણ કરી નિર્દોષ પક્ષીઓને બચાવી કરૂણા અભિયાનમાં મદદરૂપ થવા માહિતી અપાઈ હતી.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.