નવલનગરમાં ધંધામાં સેટીંગ ન આવતાં રજપૂત યુવકનો ઝેર પી આપઘાત
મવડી મેઈનરોડ પર નવલનગરમાં રહેતા નિખીલભાઈ લાલજીભાઈ રાઠોડ (ઉ.વ.34) આજે સવારે પોતાના ઘર પાસે હતા ત્યારે ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કરી ઘરે આવી ઉલ્ટી કરતાં પરિવારજનો દ્વારા સારવારમાં સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. જયાં ટુંકી સારવારમાં તેનું મોત નિપજયું હતું.
બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડયો હતો. બનાવ અંગે વધુમાં મૃતકના મોટાભાઈએ જણાવ્યું હતું કે, નિખીલ ત્રણ ભાઈ-બહેનમાં નાનો હતો અને તે પહેલાં સ્ક્રેપનો ધંધો કરતો જેમાં નિષ્ફળતા મળતા બંને ભાઈઓએ સાથે ફાયનાન્સનો ધંધો ચાલુ કર્યો હતો.
જે બાદ તે ઈમીટેશનની મજુરીના કામે ચડી ગયો હતો. ત્રણ ધંધા બદલાવ્યા છતાં સેટીંગ ન આવતાં કંટાળીને પગલુ ભરી લીધું હતું. મૃતક અપરણિત હોવાનું સામે આવ્યુ છે. બનાવથી પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.