સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, નેત્રંગ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી - At This Time

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, નેત્રંગ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી


નેત્રંગ : સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે ૧૦માં વિશ્વ યોગ દિવસની ઉજવણી
આચાર્ય ડૉ.જી.આર.પરમારના માર્ગદર્શન હેઠળ રમત- ગમત ધારા અને એન.એસ.એસ. અંતર્ગત કૉલેજ ખાતે વિશ્વયોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

રમત ગમત ધારાના ડૉ. સંજયભાઈ અને એન.એસ.એસના પ્રો.ઑફિસર ડૉ.જયશ્રીબેન દ્વારા આ કાર્યક્રમનું આયોજન આચાર્યના માર્ગદર્શન હેઠળ કરાયું.

યોગ વિશેષજ્ઞ તરીકે જયશ્રીબેન મહંત, રાકેશભાઈ તથા તેમની ટીમ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ અને અધ્યાપકગણને યોગનું મહત્વ સમજાવી યોગ કરાવ્યા હતા. કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકગણે ઉત્સાહભેર ભાગ લીધો હતો.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.