કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત – 14 સપ્ટેમ્બરે સુરતમાં આપશે હાજરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતના પ્રવાસે આવશે. 14 અને 15 સપ્ટેમ્બર એમ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. સુરતમાં એક કાર્યક્રમની અંદર હાજરી આપે તેવી શક્યતા છે. વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ એક પછી એક કેન્દ્રીય નેતાઓનો ગુજરાતમાં પ્રવાસ વધી રહ્યો છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને બીજેપીના નેતાઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે આ ઉપરાંત બેઠકો, સભા સંબોધન સહીતના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આગામી 27 અને 28 ઓગષ્ટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવી રહ્યા છે ત્યાર બાદ અમિત શાહનો ગુજરાત પ્રવાસ ગોઠવાશે. સુરતમાં અમિત શાહ રાષ્ટ્રીય ભાષા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપી શકે છે.14 સપ્ટેમ્બરના રોજ શહેરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ યોજાશે.
અત્યારે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ ગુજરાતના પ્રવાસે આ ઉપરાંત કોંગ્રેસના અશોક ગેહલોતનો પ્રવાસ પણ યોજાઈ રહ્યો છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા એક પછી એક નેતાઓનો મહત્વનો પ્રવાસ ગુજરાતમાં યોજવામાં આવી રહ્યો છે. વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપીની મેરેથોન બેઠકોનો ધમધમાટ પણ શરુ થઈ ગયો છે. તેવામાં અમિત શાહના બે દિવસા મહત્વના પ્રવાસને લઈને પણ વિગતો સામે આવી રહી છે. તેઓ પણ ગુજરાતમાં મહત્વની બેઠક કરી શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.