કોમર્સ કોલેજ - અમરેલી ખાતે કરિયર ગાઈડન્સ તથા મોટીવેશનલ સેમિનાર યોજાયો. વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે કરિયર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. - At This Time

કોમર્સ કોલેજ – અમરેલી ખાતે કરિયર ગાઈડન્સ તથા મોટીવેશનલ સેમિનાર યોજાયો. વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે કરિયર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.


કોમર્સ કોલેજ - અમરેલી ખાતે કરિયર ગાઈડન્સ તથા મોટીવેશનલ સેમિનાર યોજાયો.

વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે કરિયર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.

અમરેલી: અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે આજરોજ તારીખ ૪ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ રેડ એન્ડ વાઈટ ઇન્સ્ટિટયૂટના સહયોગથી કરિયર ગાઈડન્સ સેમિનાર તથા મોટીવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં રેડ એન્ડ વાઈટ આઇ.ટી. ઇન્સ્ટિટ્યૂટના બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રી પરેશભાઈ રાદડિયા તથા સંસ્થાના ડાયરેક્ટર અને સિનિયર મેનેજર શ્રી વૈભવભાઈ ભુવા તથા સંસ્થાના પબ્લિક રિલેશન ઓફિસર શ્રી ચિરાગભાઈ કાનાણી ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ચિરાગભાઈ કાનાણી ૧૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને મોટીવેશન આપવાનો અનુભવ ધરાવે છે. આ સેમિનારમાં વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કોડિંગ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે કરિયર ઓપશન્સ વિષે શ્રી ચિરાગભાઈ કાનાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારને સફળ બનાવવા માટે કોલેજના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રો. જે. એમ્ તળાવીયા તથા પ્રો. ડો. એ. બી. ગોરવાડીયાએ જહેમત ઉઠાવી હતી. આ સેમિનાર કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રો. ડો. એમ. એમ. પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. તેમ આઇ.ક્યુ.એ.સી. કો-ઓર્ડીનેટર ભારતીબેન ફિણવીયાએ જણાવ્યું હતું.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.