અમરેલી જિલ્લા વિકાસ અધિકારી શ્રી ને ગ્રામ્ય વિસ્તાર ના સરપંચો દ્વારા આવેદન પત્ર પાઠવી નડતર પ્રશ્ને રજૂઆત
અમરેલી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા ના ગ્રામ્ય વિસ્તાર ના સરપંચો દ્વારા આવેદન પત્ર પાઠવી નડતર પ્રશ્ને રજૂઆત વહીવટી સમસ્યા માટે વિસ્તૃત રજૂઆતો કરતા જિલ્લા ભર માંથી મોટી સંખ્યા માં ગ્રામ્ય સરપંચો ની ઉપસ્થિત રહ્યા હતા
અમરેલી જીલ્લા ના ગ્રામ પંચાયત ના સરપંચશ્રીઓ, ને ગ્રામપંચાયત મારફત થતાં વિકાસ કામો તેમજ સરકારશ્રીની વિવિધયોજના ના અમલીકરણ માટે ગ્રામપંચાયતો ને નીચે મુજબના મુદ્દા નડતર રૂપ હોય તો સત્વરે નીચે મુજબ ના મુદ્દા નું નિરાકરણ આવે તેવી સરપંચો ની માંગણી છે મુદ્દા નંબર .
૧. હાલ તાત્કાલિક અસર થી અમલ કરેલ પ્રાઈશા સોફ્ટવૅર થી વિકાસ કામો નું તેમજ કોઈ પણ પ્રકાર નું પેમેન્ટ આ સોફટવાર થી કરવા નો હુકમ થયેલ હોય, પરંતુ આ સોફ્ટવૅર માં કોઈ પણ નું પેમેન્ટ થતું નથી,તેમજ કનેક્ટિવિટી મળતી નથી, જેથી કરી ગ્રામપંચાયતો દ્વારા ચાલતા વિકાસ કામો નું પેમેન્ટ થતું નથી, ત્યારે હાલ છેલ્લા ૩૦ દિવસ થી કોઈ પણ જાત નું પેમેન્ટ થયુ નથી, અને ક્યારે થસે તેવો કોઈ જવાબ મળ્યો નથી,તો આ અંગે હાલ દિવાળી નો તહેવાર નજીક આવતો હોય તો ગ્રામ પંચાયતો ને પેમેન્ટ તાત્કાલિક ઓફલાઇન થી કરી આપવા વિનંતિ.
૨. તાજેતરમાં સરકાર શ્રી ની ઉધ્યોગ અને ખાણ ખનીજ વિભાગ ની ખરીદનીતિ ૨૦૧૬ જેમાં જેમ્સ પોર્ટલ થી તમામ વસ્તુ ખરીદવાનો આગ્રહ છે.આમ જેમ્સ દ્વારા ખરીદી કરવા થી જેમાં માર્કેટ રેટ બોવ ઊંચા ભાવે ખરીદી કરવી પડે છે, તેમજ ખરીદેલ માલ ની ગેરંટી તેમજ વૉરંટી માં પ્રોબ્લેમ ઊભો થાય છે,અને ઉપરોકત ખરીદી થી ગ્રામ પંચાયત ને નાણાંકીય નુકશાન વેઠવું પડતું હોય તો જેમ્સ ખરીદી કરવા ના હુકમ ને ફેર વિચારણા કરવા અમારી માંગણી છે.
૩. હાલ માં અમરેલી જીલ્લા માં ગ્રામપંચેતો દ્વારા જે વિકાસ કામો થાય રાહ છે,જેના એસસટીમેન્ટ માં માર્કેટ રેટ કરતાં એસ,,આર. ના રેટ ખૂબ જ નીચા છે .તો આ અંગે અમારી માંગણી છે કે જ્યારે ગ્રામપંચય તો ના વિકાસ કામો ના એસસટીમેન્ટ બનાવતી વખતે માર્કેટ રેટ ને ધ્યાન માં લઈ એસસટીમેન્ટ બનાવવા અમારી માંગણી છે.૪.હાલ માં અમરેલી જીલ્લા માં ગ્રામ પંચાયતો માં તલાટી મંત્રી ની જગ્યા લાંબા સમય થી ઘણી જગ્યા ખાલી છે, જેના કારણે અરજદાર તેમજ સરકારશ્રી ની યોજના નું અમલીકરણ તેમજ કામગીરી માં વિલંબ પડે છે,તો અમારી માંગણી છે . કે વેહલીમાં વેહલી તકે ખાલી જગ્યામાં તલાટી મંત્રી શ્રી ની નિમણૂક કરવામાં આવે એવી અમારી માંગણી છે.
આમ અમારી ઉપરોકત માંગણીઓ ને યોગયગણી તાત્કાલિક અસર થી કામગીરી થાય તેના માટે યોગય કરવા અમારી માંગણી છે અમરેલી જિલ્લા ના
કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય શ્રી અમરેલી . મહેશભાઇ કાશવાલા, ધારાસભ્ય શ્રી સાવરકુંડલા
હીરાભાઈ સોલંકી, ધારાસભ્યશ્રી રાજુલા
જે. વી,કાકડિયા ધારાસભ્ય શ્રી ધારી જનકભાઈ તળાવીયા, ધારાસભ્યશ્રી લાઠી ને પણ પત્ર પાઠવી ગ્રામ પંચાયતો ને પડતી વહીવટી અગવડો અંગે ધ્યાન દોર્યું છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.