હેપી મોર્નિંગ ક્લબ દ્વારા 21 જુન વિશ્વ યોગ દિવસની ઉજવણી - At This Time

હેપી મોર્નિંગ ક્લબ દ્વારા 21 જુન વિશ્વ યોગ દિવસની ઉજવણી


સુરત. હેપી મોર્નિંગ ક્લબ દ્વારા
21 જુન વિશ્વ યોગ દિવસની ઉજવણી

વિશ્વ યોગ દિવસ નિમિતે હેપ્પી મોર્નિંગ કલબ દ્વારા વહેલી સવારમાં એક સાથે સો કરતાં વાધારે વ્યક્તિએ યોગા કર્યા હતા, હેપ્પી મોર્નિંગ કલબ છેલ્લા ઘણા વરસથી લેક ગાર્ડન, મોટા વરાછામાં કોઈ પણ જાતની ફ્રી લીધા વગર નીસ્વાર્થ ભાવે એરોબીક્સ, અને યોગા કરાવે છે યોગ ટીચર સુરજભાઈ મિયાણીએ જણાવ્યું હતું કે આજ સુંધી હજારો લોકોએ લાભ લીધો છે, એરોબીક્સ,અને યોગા કરવાથી ઘણા વ્યક્તિ રોગ મુક્ત પણ થયા છે તેમજ વિશ્વ આખાએ સ્વીકાર્યુ કે ભારત પાસે ઋષિ-મુનિઓએ આપેલા યોગ રૂપી સાંસ્કૃતિક વારસાથી ''દરેક માણસ સંપૂર્ણપણે સ્વસ્થ રહી શકે છે''
ચાલો આપણે યોગ કરીને રોગ મુક્ત થઈએ અને યોગને રોજિંદા કાર્યનો હિસ્સો બનાવીએ અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ સુરત મોટા વરાછા સુદામા ચોક પ્લેટિનિયમ પોઇન્ટ સુંદર આયોજન થયું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.