મનરેગા યોજના માં ભ્રષ્ટાચાર લોકપાલ નું રાજીનામુ કરોડો નું કૌભાંડ કોપી-પેસ્ટ કરીને ટેન્ડરો મનરેગાના માસ્ટર સર્ક્યુલરમાં દર્શાવેલાં ધારાધોરણો કેરાણે કોણ કહે છે કોંગ્રેસે કંઈ નથી કર્યું? કોંગ્રેસે શરૂ કરેલ મનરેગા યોજના ભાજપ માટે દુજણી ગાય
મનરેગા યોજના માં ભ્રષ્ટાચાર લોકપાલ નું રાજીનામુ કરોડો નું કૌભાંડ કોપી-પેસ્ટ કરીને ટેન્ડરો
મનરેગાના માસ્ટર સર્ક્યુલરમાં દર્શાવેલાં ધારાધોરણો કેરાણે
કોણ કહે છે કોંગ્રેસે કંઈ નથી કર્યું? કોંગ્રેસે શરૂ કરેલ મનરેગા યોજના ભાજપ માટે દુજણી ગાય
દેશ માં ગ્રામીણ વિસ્તાર માં રોજગાર પૂરો પાડવા વર્ષ ૨૦૦૬ માં ૨ ફેબ્રુઆરી આંધ્રપ્રદેશ ના અનંતપુર જિલ્લા થી. મનમોહનસિંહ સરકારે પ્રારંભ કરાવેલ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી યોજના મનરેગા (MNREGA) યોજનામાં વર્તમાન શાસકો અને તંત્ર માટે આશીર્વાદ રૂપ બની રહી છે
કોણ કહે છે કોંગ્રેસે કંઈ નથી કર્યું ? કોંગ્રેસે સારા ઉદ્દેશ માટે શરૂ કરેલ આ યોજના ભાજપ શાસકો માટે ઘર આંગણે રૂપિયો રળી આપતી દુજણી ગાય જેવી સાબિત થયેલ મનરેગા માં થયેલ ભ્રષ્ટાચારના કારણે વડોદરા જિલ્લાના લોકપાલે રાજીનામું આપ્યું
કેન્દ્ર સરકારની મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગાના વડોદરા જિલ્લામાં હાથ ધરાયેલી ટેન્ડર પ્રક્રિયામાં કરોડોની ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કરીને વડોદરા જિલ્લાના લોકપાલે રાજીનામુ ધરી દીધું છે.
મળતી વિગતો પ્રમાણે હાલમાં ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી – ગોધરા તેમજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી –જૂનાગઢ સાથે ટેકનિકલ એડવાઈઝર તરીકે જોડાયેલા અને એમ.એસ.યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવી ચૂકેલા એન. કે. ઓઝાની નિમણૂક મનરેગા હેઠળની ફરિયાદોના નિકાલ માટે લોકપાલ તરીકે કરવામાં આવી હતી.હવે આ હોદ્દા પરથી રાજીનામું ધરી દેનારા એન. કે. ઓઝાએ મનરેગા યોજના પર દેખરેખ રાખતા ગુજરાત સરકારના રૂરલ
ડેવલપમેન્ટ કમિશનરેટ તથા વડોદરા સ્થિત ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સીને એક પત્ર લખીને સ્ફોટક આક્ષેપો કર્યા છે.તેમનું કહેવું છે કે, લોકપાલ તરીકે ગત વર્ષે કરજણ તાલુકામાં બાંધકામ મટિરિયલ માટે જે ટેન્ડરો મંગાવવામાં આવ્યાં હતાં તે મનરેગાના માસ્ટર સર્ક્યુલરમાં દર્શાવેલાં ધારાધોરણો પ્રમાણે નહોતાં.એ પછી તપાસ કરી તો વડોદરાના અન્ય સાત તાલુકા ઓમાં પણ આ જ રીતે કોપી-પેસ્ટ કરીને ટેન્ડરો મંગાવાતા હોવાનું મારા ધ્યાનમાં આવ્યું હતું.આ પ્રમાણે ટેન્ડરો મંગાવી ને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવતું હોવાની આશંકા છે.
તેમનો આક્ષેપ છે કે, આ બાબતે ધ્યાન દોરવા અને વાતચીત કરવા માટે રાજ્ય સરકારના રૂરલ ડેવલપમેન્ટ વિભાગને એક વર્ષ દરમિયાન મેં ૧૭ ઈમેલ કર્યા હતા પણ તેનો જવાબ મને મળ્યો ન હતો.એક વર્ષ બાદ મને અધિકારીઓએ ૩ નવેમ્બરે મળવા બોલાવ્યો હતો અને છેલ્લી ઘડીએ આ બેઠક પણ એક ઈમેલ મોકલીને રદ કરી નાંખી હતી.ખરેખર તો મારા ધ્યાનમાં જે વાત આવી છે તે પ્રમાણે તો ગુજરાતના ૮૦ ટકા તાલુકાઓમાં ધારાધોરણનું પાલન કર્યા વગર જ ટેન્ડરો મંગાવાઈ રહ્યાં છે, પણ આ બાબતની કોઈને તપાસ કરવામાં રસ હોય તેવું લાગતું નથી. એન. કે. ઓઝાનું કહેવું છે કે, વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં ટેન્ડરો મંગાવવાની પ્રક્રિયામાં નિયમોને બાજુ પર મૂકાયા હોવાની જાણકારી હું બહાર લાવ્યો તે પછી કમિટી બનાવાઈ હતી અને મને જાણકારી મળી છે તે પ્રમાણે ૨.૭૨ કરોડની રિકવરી કાઢવામાં આવી છે.૨૩-૨૪ના વર્ષનાં ટેન્ડરો મંગાવવાની પ્રક્રિયામાં મનરેગાનાં ધારાધોરણો પ્રમાણે સુધારાવધારા કરવામાં આવ્યા છે. સવાલ એ છે કે, બાકીના તાલુકાઓમાં પણ ટેન્ડરો મંગાવવાની શરતો સુધારવામાં આવી છે કે નહીં? લોકપાલ તરીકે મારી કામગીરી ફરિયાદોનો નિકાલ કરવાની હતી, પણ જ્યારથી મેં ગેરરીતિ અંગે ધ્યાન દોર્યું ત્યારથી મારી પાસે એક પણ ફરિયાદ આવી નથી અથવા સત્તાધીશોએ મારા સુધી ફરિયાદ પહોંચવા દીધી નથી.ગેરરીતિઓ અંગે મેં જિલ્લા પંચાયતના સત્તાધીશોનું પણ ધ્યાન દોર્યું હતું, પણ તેમના તરફથી પણ કોઈ પ્રતિભાવ મળ્યો નહોતો. આમ તંત્રમાં તમામ સ્તરે જોવા મળેલી ઉદાસીનતા બાદ મેં લોકપાલ પદે ચાલુ નહીં રહેવાનો નિર્ણય લીધો છે.આ બાબતને ઉજાગર કરવાના કારણે હવે મને ડર પણ લાગી રહ્યો છે. જિલ્લા રૂરલ ડેવલપમેન્ટ એજન્સીની કચેરીના સૂત્રોનું કહેવું છે કે, એન. કે. ઓઝાનું રાજીનામુ સ્વીકારવા અંગેનો નિર્ણય ગાંધીનગર ખાતે લેવામાં આવશે.તેમણે જે પ્રકારના આક્ષેપો કર્યા છે તે જોતા એવું લાગે છે કે, કોઈક જગ્યાએ તેમને ગેરસમજ થઈ હશે.કેટલીક જગ્યાએ વહીવટી ખામીઓ રહી ગઈ હશે, પણ તેને ગેરરીતિ કે ભ્રષ્ટાચારનું નામ આપી દેવું હાલના તબક્કે યોગ્ય નથી.સૌજન્ય લોકસ્વરાજ
નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.