બાલાસિનોર કતલખાને લઇ જવાતા પશુ બચાવાયા, એક આરોપીની ધરપકડ - At This Time

બાલાસિનોર કતલખાને લઇ જવાતા પશુ બચાવાયા, એક આરોપીની ધરપકડ


બાલાસિનોર તાલુકામાં ભાંથલા રોડ પર બાલાસિનોરથી એક પીકઅપ વાહનમાં પાડા ભરી બાલાસિનોર થઈ કતલખાને લઈ જનાર છે તેવી બાતમી બાલાસિનોર પોલીસને મળતા પોલીસ માણસો તથા પંચો સાથે ગજાપગીના મુવાડા સ્ટેશને વહન ચેકિંગમાં હતા તે દરમ્યાન ભાંથલા રોડ તરફથી એક પીકઅપ ડાલું આવતા તેને હાથના ઇસારા વડે ઉભું રાખવા જણાવતા વાહન ચાલકે ઉભું રાખેલ નહિ અને ભાગવા જતા પીછો કરી રોકી દીધા હતા પીકાપ ડાલામાં તપાસ કરતા એક ભેસ તથા બે પાડા દોરડા થી ક રતા પૂર્વક બાંધેલા હતા. જયારે વાહનચાલકનું નામ પુછતા પીન્ટુભાઈ રતિલાલ પરમાર
રહે.સીમડીયા (ડોડીયા) તા.બાલાસિનોર જણાવ્યું હતું અને અધિકારીની પાસ પરમીટ વગર અને કોઈ આધાર પુરાવા વગર ઈરફાનભાઈ મુલતાની, રહે.મુલતાન પુરા તા,બાલાસિનોર એ ગજાપગીના મુવાડાથી ભરાવ્યા હતા. જેમાં એક ભેસ ની કિંમત રૂ. ૧૦,૦૦૦ તથા બે પાડાની કિંમત રૂ. ૬૦૦૦ ગણી તથા પીકપ ડાલા ની કિંમત ૧૦૦૦૦૦ ગણી કુલ રૂપિયા ૧,૧૬,૦૦૦ પોલીસે જપ્ત કર્યા હતા. સદર બનાવની બાલાસિનોર પોલીસે (૧) પીન્ટુભાઈ રતિભાઈ પરમાર અને (૨) ઈરફાનભાઈ મુલતાની આ બંને વિરુદ્ધ ફરિયાદ નોંધી આગલી કાર્યવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.