ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના પૂજારી હસમુખભાઈ જોશીનો આજરોજ જન્મ દિવસ - At This Time

ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના પૂજારી હસમુખભાઈ જોશીનો આજરોજ જન્મ દિવસ


સૌરાષ્ટ્રની પાવનકારી પાંચાળ ધરામા જસદણ નજીક આવેલ પ્રસિધ્ધ યાત્રાધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના સેવાભાવી પૂજારી શ્રી હસમુખભાઈ પ્રાણજીવનભાઈ જોશીનો આજે તા. ૦૪-ડિસેમ્બરના રોજ જન્મદિવસ છે. પોરબંદર જિલ્લાના પાલખડા વતનમા પ્રારંભિક અભ્યાસ બાદ દ્વારકા પાસેની સંસ્કૃત પાઠશાળામાં જ્ઞાન મેળવી છેલ્લા બાર વર્ષથી સરકાર હસ્તક ટ્રસ્ટના શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમા સેવાભાવ અને સહ્રદયી અભિગમથી પૂજારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. હસમુખભાઈ જોશી, ભક્તિભાવ પૂર્વક સેવા પૂજા આરતી કરી ભગવાન ભોળાનાથને દૈનિક વિવિધ સ્વરૂપના શણગાર કરી શ્રૃંગાર કરાવી રહ્યા છે, તિથિ પ્રમાણે આયોજિત ભસ્મ આરતી સમયે ભગવાન શિવ અને પૂજારીને ભસ્મ ધારી જોવા પણ એક લ્હાવો બની રહે છે. તેમના અનન્ય શિવભાવ અને દર્શનાર્થી પ્રત્યેના આદરભાવથી તેઓ અન્ય ખ્યાતનામ મંદિરોના પૂજારીઓ અને દેશભરમાંથી આવતા શિવભક્તોમા સન્માન અને પ્રેમ મેળવી શક્યા છે. હસમુખભાઈ પૂજારીને આજના તેમના જન્મદિને વંદન, તેમના મો. ૭૦૧૬૧૮૪૦૦૮, ૯૫૮૬૦૯૫૭૨૮ ઉપર શિવભક્તો શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ તકે સમગ્ર એટ ધીસ ટાઈમ પરિવારે પણ શુભકામનાઓ પાઠવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.