૧૯મીઍ નરેન્દ્રભાઇ રાજકોટમાં : ૫ હજાર કરોડના લોકાર્પણ – ખાતમુહૂર્તો - At This Time

૧૯મીઍ નરેન્દ્રભાઇ રાજકોટમાં : ૫ હજાર કરોડના લોકાર્પણ – ખાતમુહૂર્તો


રાજકોટ તા. ૨૯ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે જાહેર થાય તે પહેલા વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત - લોકાપર્ણોના સમગ્ર ગુજરાતમાં ધડાધડ કાર્યક્રમો થઇ રહ્ના છે, આજથી બે દિવસ નરેન્દ્રભાઇ સૌરાષ્ટ્ર - ગુજરાતમાં છે, ૨૯ હજાર કરોડના શિલારોપણ - લોકાર્પણ કરી રહ્ના છે.
દરમિયાન હવે ૧૯મીઍ લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ફરી રાજકોટ આવી રહ્ના છે અને તેઅોના હસ્તે ૫ થી ૬ હજાર કરોડના લોકાર્પણ - ખાતમુહૂર્તો અંગે કલેકટર તંત્રે તખ્તો ગોઠવ્યો છે, આમા કોર્પોરેશનના ત્રણ બ્રીજ, લાઇટ હાઉસ પ્રોજેકટ તથા મોરબી જિલ્લામાં મકનસર પાસે ઉભો થનાર મકનસર - કન્ટેનર ડેપો ઍટલે કે ગતિ શકિત ટર્મીનલનો સમાવેશ થાય છે.
કુલ ૫ થી ૬ હજાર કરોડના લોકાર્પણ - ખાતમુહૂર્તના કાર્યક્રમો અંગે વડાપ્રધાન દ્વારા ઇશ્વરીયા પાર્કમાં કરોડોના ખર્ચે ઉભું થયેલ સાયન્સ મ્યુઝીયમ, છાપરા - ખીરસરામાં ૨ હજાર કરોડના ખર્ચે બનનાર જીઆઇડીસી, રાજકોટમાં ઉભુ થનાર MSME - ટેકનોલોજી હબ સેન્ટર, રાજકોટ રેલવેનું પેસેન્જર માટેનું અદ્યતન સુવિધા સેન્ટર, રાજકોટ - ગોîડલ સીકસલેન હાઇવે પ્રોજેકટ, રાજકોટ - કાનાલૂસ ડબલ ટ્રેક રેલવે લાઇન યોજના સહિતના કામોનો સમાવેશ થાય છે.
આ તમામ કાર્યક્રમો - ખાતમુહૂર્ત અંગે ઇ-કાર્યક્રમ સંભવત રેસકોર્ષ ખાતે થશે, રેસકોર્ષમાં ૧ થી ૧ા લાખની મેદનીની જાહેરસભાને સંબોધશે. નરેન્દ્રભાઇના ભવ્ય રોડ-શો અંગે પણ કાર્યક્રમ ગોઠવાઇ રહ્ના છે.
હાલ ૧૯મીના કાર્યક્રમમાં હિરાસર ઍરપોર્ટ, માધાપર ચોકડી પાસેનું ૭ માળનું કોર્ટ બિલ્ડીંગ તથા ૯ માળની ઝનાના હોસ્પિટલનું લોકાર્પણ બાકી રખાયા છે, ચૂંટણી બાદ આ કાર્યક્રમો અપાશે અને ત્યારે નરેન્દ્રભાઇ ફરી રાજકોટ આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.