આજી-૨ ડેમના હેઠવાસના ગામ લોકોને સાવચેત રહેવા સૂચના
રાજકોટ તા. ૨૯ જૂન , રાજકોટ જિલ્લાના આજી-૨ સિંચાઈ યોજનાના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે ડેમ ૯૦% ભરાયેલ હોઈ ડેમ પૂર્ણ ભરાતા રૂલ લેવલ સપાટી જાળવવા ગમે ત્યારે પાણી છોડવામાં આવશે. આથી ડેમની હેઠવાસમાં આવેલા પડધરી તાલુકાના અડબાલકા,બાઘી, દહીંસરડા, ડુંગરકા,ગધાડા,હરીપર,ખંઢેરી,નારણકા, સખપર અને ઉકરડા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા મામલતદારશ્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની યાદીમાં જણાવાયું છે.
દિવ્યા
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.