સ્લગ લખતર ગામમાં પાયાગત સુવિધાના અભાવને લઈને મહિલાઓ દ્વારા મામલતદાર ને લેખિત રજુવાત કરવામાં આવી
લખતર ગામમાં પાયાગત સુવિધાના અભાવને લઈને સયુંકત નૈતિક માનવ અધિકાર સમિતિ મહિલા પ્રમુખ દ્વારા લખતર મામલતદારને લેખિત રજુઆત કરાઈ
લખતર ગામમાં રોડ રસ્તા લાઈટ પાણીનો બગાડ ગટરલાઈન મુદે લખતર ગામની મહિલાને સાથે રાખી રજુઆત કરીલખતર ગામમાં ગ્રામ પંચાયતની કામગીરી કથળી છે ગામમાંથી હોમ ટુ હોમ કચરો ઉપાડવાની સિસ્ટમ બંધ થઈ ગઈ છે મેઈન બજાર સિવાય કોઈપણ વિસ્તારમાં કચરો ઉપાડવામાં આવતો નથી સાથે લખતર ગામના આથમણા દરવાજા પાસેના 20 ટકા વિસ્તારને બાદ કરતા બાકીના 80 ટકા વિસ્તારમાં રોડ રસ્તા ગટરની સફાઈ સ્ટ્રીટ લાઈટનો અભાવ છે સાથે લખતર મોતીસર તળાવમાં મહિલાઓના નહાવા ધોવાના આરામાં સફાઈનો અભાવ છે આરામાં માછલીઓ પડી રહી હોય દુર્ગધ આવતી મહિલાઓને નહાવું ધોવું મુશ્કેલ બન્યુ છે ખાસ કરી ધાર્મિક મંદિર પાસે રોડ રસ્તા લાઈટનો અભાવ શ્રધ્ધાળુ ભક્તજનોને આખલાનો ડર રહેતો હોય લખતર તાલુકા સયુંકત નૈતિક માનવ અધિકાર મહિલા પ્રમુખ ભારતી લખતરિયા દ્વારા લખતર ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ દૂર કરવા મહિલાઓને પડતી તકલીફ દૂર કરવા માટે થઈને લેખિતમાં રજુઆત કરતા લખતર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે
રિપોર્ટર વિજય જોષી લખતર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.